Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:13 - પવિત્ર બાઈબલ

13 લોકો પોતાની ભૂમિના પ્રથમ પાક તરીકે જે કંઈ મને ધરાવવા લાવે તે બધુ તારું થશે. તમાંરાં કુટુંબના બધાં સભ્યો તે જમી શકે. સિવાય કે તે સમયે જે અશુદ્ધ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તેમની જમીનની સર્વ પેદાશમાં પ્રથમ પાકેલું ફળ કે જે તેઓ યહોવાની પાસે લાવે છે, તે તારું થશે. તારા ઘરમાં જે સર્વ શુદ્ધ હોય તે તેમાંનું ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 લોકો પોતાની જમીનની પેદાશના પ્રથમ પાકેલા ફળ તરીકે જે કંઈ પ્રભુને ચડાવે તે બધું તારું થશે. તારા કુટુંબના જે કોઈ શુધ હોય તે તે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પોતાની ભૂમિની પ્રથમ પેદાશ તરીકે જે કંઈ મારી પાસે લાવે તે બધું તારું થશે. તારા કુટુંબમાં જે કોઈ શુદ્ધ હોય તે તેમાંથી ખાય.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:13
13 Iomraidhean Croise  

બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”


રાજાનું ફરમાન બહાર પડતાં જ ઇસ્રાએલીઓએ અનાજનો, દ્રાક્ષારસનો, તેલનો, મધનો અને બધી જ ખેતીવાડીની પેદાશનો પહેલો ફાલ ઉદાર હાથે આપ્યો. વળી એટલી જ ઉદારતાથી તેઓ દરેક વસ્તુમાંથી દસમો ભાગ લઇ આવ્યા.


“તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.


“તમાંરી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા યહોવા દેવના મંદિરમાં લઈ આવવો. “વળી લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”


“પ્રતિવર્ષ તમાંરી જમીનનો પ્રથમ પાકનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા દેવ યહોવાના મંદિરમાં લઈને આવવું. “તમાંરે લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”


યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.


પહેલી ઊપજનો ઉત્તમ ભાગ અને મને ધરાવેલી તમામ વસ્તુઓ યાજકને મળે. અને જ્યારે તમે નવા અનાજની રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યાજકને અર્પવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ ઊતરે.


યહોવા કહે છે, “જેમ રણમાં કોઇને દ્રાક્ષ મળે છે તે જ રીતે મને ઇસ્રાએલ મળ્યું હતું. તમારા પૂર્વજો મને ઋતુનાં પહેલા પાકેલા અંજીર જેવા લાગ્યા હતા. પણ જ્યારે તેઓ બઆલ-પેઓર પહોંચ્યા ત્યારે તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા અને તેઓ તે ભયંકર વસ્તુઓ (જૂઠા દેવો) જેવા થઇ ગયા, જેને તેઓ પ્રેમ અને પૂજા કરતા હતા.


સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય, અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે પર તેના જીવનનો આધાર છે.


તમાંરે તમાંરાં ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી 16 વાટકા લોટની બે રોટલી લાવવી. એ તમાંરા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે.


હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.


તદુપરાંત આભારસ્તુતિ અથેર્ કાપણીનો જે ભાગ યહોવા સમક્ષ લાવવામાં આવે તે યાજકોને મળે-અનાજનો, નવા દ્રાક્ષારસનો જૈતતેલનો અને ઘેટાનું ઊન ઉતારે ત્યારે તેનો પ્રથમ ફાલ.


ત્યારે તમાંરે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં થતા પ્રત્યેક પાકનો પ્રથમ ભાગ તમાંરે લઇ, અને તેને યહોવા તમાંરા દેવ તેની ઉપાસના કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં લઇ જવો.


Lean sinn:

Sanasan


Sanasan