Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:46 - પવિત્ર બાઈબલ

46 અને મૂસાએ હારુનને કહ્યું, “જલદીથી ધૂપદાની લઈને તેમાં વેદીમાંથી દેવતા ભર અને તેમાં ધૂપ નાખ, અને તે લઈને દોડતો દોડતો લોકો પાસે જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કારણ કે યહોવાનો કોપ તેઓના પર ઊતર્યો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકોમાં મરકી શરૂ થઈ ગઈ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 અને મૂસાએ હારુનને કહ્યું, “ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત લોકોની પાસે લઈ જઈને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર; કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે. અને મરકી શરૂ થઈ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

46 મોશેએ આરોનને કહ્યું, “ાૂપદાની લઈને યજ્ઞવેદીમાંથી અગ્નિ મૂક અને તેના પર ધૂપ નાખ. તે લઈને દોડ ને લોકોને માટે પ્રાયશ્ર્વિત કર. કારણ, પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 મૂસાએ હારુનને કહ્યું, “ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:46
23 Iomraidhean Croise  

સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા.


યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.


મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ, મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!


ત્યાદબાદ મૂસાએ હારુન અને તેના પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “તમે શોક ન કરો, શોકમાં તમાંરા વાળ છૂટા ન રાખો અને તમાંરાં કપડાં ન ફાડો, જો તમે તેમ કરશો તો દેવ તમને પણ માંરી નાખશે અને યહોવા ઇસ્રાએલી સમાંજ પર રોષે ભરાશે; પરંતુ બીજા બધા ઇસ્રાએલીઓ ભલે યહોવાએ મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માંટે આફ્રદ કરે ને શોક પાળે.


યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.


મરકી જાય છે તેની આગળ આગળ, ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.


“મારું નામ પૂર્વથી પશ્ચિમ સુધી મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. કારણકે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, સર્વ પ્રજાઓમાં મારા નામનો મહિમા છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.


પણ લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી. તેઓ પવિત્ર મુલાકાત મંડપની રક્ષા કરશે. જેથી ઇસ્રાએલી લોકોનું કશું ખોટું થશે નહિ.”


પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા.


“પવિત્રસ્થાનમાં અને વેદી સમક્ષ ફકત યાજકોએ જ પવિત્ર ફરજો બજાવવાની છે, જેથી ઇસ્રાએલી પ્રજા ઉપર ફરી કદી માંરો કોપ ઊતરશે નહિ.


કારણ કે, તેણે પોતાના દેવ માંટેની શ્રદ્ધાનું ઉલ્લંઘન સહન ન્હોતું કર્યુ અને તેણે ઇસ્રાએલી પ્રજાના પાપોનું પ્રાયશ્ચિત કર્યુ હતું.”


તે પેલા ઇસ્રાએલી વ્યક્તિની પાછળ છાવણીમાં ઝડપથી દોડી ગયો અને ભાલાનો એક ઘા કરીને તે ઇસ્રાએલી વ્યક્તિના દેહને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યો, અને પરિણામે ઇસ્રાએલીઓમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો તે બંધ થઈ ગયો.


હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.”


“ફરીથી તમે તાબએરાહમાં, માંસ્સાહમાં અને કિબ્રોથ-હાત્તાવાહમાં પણ યહોવાનો કોપ વ્હોરી લીધો હતો.


Lean sinn:

Sanasan


Sanasan