ગણના 16:3 - પવિત્ર બાઈબલ3 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ થયા અને તેમને કહ્યું, “તમે હવે હદ વટાવો છો, તમાંરી આગેવાનીથી અમે થાકી ગયા છીએ. ઇસ્રાએલના સર્વ લોકો પવિત્ર છે? તેઓની વચ્ચે યહોવાનો વાસ નથી? તમે તમાંરી જાતને યહોવાની મંડળી કરતાં ઊંચી શા માંટે ગણાવો છો?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને મૂસા તથા હારુનની સામે તેઓએ એકત્ર થઈને તેઓને કહ્યું, “સમગ્ર પ્રજામાંના સર્વ પવિત્ર છે, ને યહોવા તેઓની મધ્યે છે, તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો:તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેઓ જૂથબંધી કરીને મોશે અને આરોન સામે પડયા અને તેમને કહ્યું, “તમે તો આપખુદીની હદ વટાવી છે! આખા સમાજના બધા સભ્યો પ્રભુને સમર્પિત થયેલા છે અને પ્રભુ તેમની મધ્યે છે. તેમ છતાં તમે પ્રભુના સમાજ કરતાં પોતાને ઊંચા કેમ ગણાવો છો?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મૂસા તથા હારુનની વિરુદ્ધ તેઓએ સભા બોલાવીને તેઓને કહ્યું, “તમે હવે હદ પાર કરો છો. આખી જમાત પવિત્ર છે, તેઓમાંનો દરેક યહોવાહ માટે મુકરર કરાયેલો છે અને યહોવાહ તેઓની મધ્યે છે. તમે પોતાને યહોવાહની જમાત કરતાં ઊંચા શા માટે કરો છો?” Faic an caibideil |