Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:26 - પવિત્ર બાઈબલ

26 “તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તેણે લોકોને કહ્યું, “કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખેને તેઓનાં સર્વ પાપોમાં તમારો સંહાર થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તેણે સમગ્ર સમાજને કહ્યું, “આ દુષ્ટ માણસોના તંબૂઓ પાસેથી દૂર ખસી જાઓ. તેમની કોઈ ચીજવસ્તુને અડકશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપને લીધે તમારો પણ વિનાશ થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, “હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:26
13 Iomraidhean Croise  

બંન્નેએ લોત અને તેના પરિવારને નગરની બહાર પહોંચાડયા. જયારે તેઓ બહાર આવી ગયા ત્યારે બંન્નેમાંના એકે કહ્યું, “તમાંરો જીવ બચાવવા ભાગો, પાછું વળીને જોશો નહિ, અને આ નદીકાંઠાના પ્રદેશમાં કયાંય ઊભા રહેશો નહિ. પર્વતો ન આવે ત્યાં સુધી દોડો અને પર્વતો પાછળ ચાલ્યા જાઓ. નહિ તો તમે હતા ન હતા થઈ જશો.”


બહાર નીકળો, બાબિલમાંથી બહાર આવો! કોઇ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ. હે મંદિરની સાધનસામગ્રી ઉપાડનારાઓ, તમારી જાતને શુદ્ધ રાખો!


બાબિલમાંથી ભાગી જાઓ! સૌ પોત પોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.


ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું,


અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો.


તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા.


પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે.


“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.”


લૂંટમાંથી કશું જ તમાંરા માંટે રાખશો નહિ, જેનો વિનાશ કરવાનો છે જેથી દેવ તમાંરા પર ગુસ્સે થતા બંધ થાય અને બદલામાં તેઓ તમાંરા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમાંરી પર કરુણા દર્શાવશે અને જેમ તમાંરા પિતૃઓને વચન આપેલું તે પ્રમાંણે તમને એક મહાન પ્રજા બનાવશે.


કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે. બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહિ. તું તારી જાતને શુદ્ધ રાખજે.


પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે: “મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan