Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:14 - પવિત્ર બાઈબલ

14 તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તદુપરાંત, તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:14
12 Iomraidhean Croise  

“જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.


“અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી.


પણ તમાંરે સાતમે વર્ષે કશુંય વાવ્યા વિના જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. જે કઈ ઉગે વાવ્યા વગર તે વર્ષે તે ગરીબોને લેવા દેવું અને વધેલું વનનાં પશુઓ ખાઈ શકે. વળી તમાંરે તમાંરી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાંણે કરવું.


અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને દુર્દશામાંથી મુક્ત કરાવી કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ, જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.’


હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.


મેં તમને તેઓનો દેશ આપવાનું વચન આપ્યું છે. તમે તે દેશના માંલિક બનો. હું જાતે તમને જયાં દૂધ અને મધનીરેલછેલ છ એવી એ ભૂમિનો કબજો આપીશ. “હું તામરો દેવ યહોવા છું. મેં તમને અન્ય પ્રજાઓથી જૂદા પાડયા છે.


તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ.


જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે.


તું શા માંટે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો? શા માંટે તું અમને આ ખરાબ જગ્યાએ લઈ આવ્યો? આ જગ્યાએ નથી અનાજ કે અંજીર કે દ્રાક્ષ કે દાડમ. અહી તો પીવાનું પાણી પણ નથી.”


પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું.


એટલે નાહાશે કહ્યું, “હું એક જ શરતે તમાંરી સાથે સંધિ કરું; હું તમાંરી બધાની જમણી આંખ કોતરી કાઢું અને સમગ્ર ઇસ્રાએલીની નામોશી કરું.”


Lean sinn:

Sanasan


Sanasan