ગણના 15:30 - પવિત્ર બાઈબલ30 “પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇસ્રાએલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાંન કરે છે. એવા માંણસનો બહિષ્કાર કરવો અને સમાંજથી અલગ રાખવો, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 પણ આ દેશમાંનાઓનો કે પરદેશીઓમાંનો જે માણસ મદોન્મત્તપણાથી કંઈ કરે તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને તે માણસ પોતાના લોકમાંથી અલગ કરાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 પણ જો કોઈ જાણીબૂઝીને ઉદ્ધતાઈથી આજ્ઞાભંગ કરે, પછી તે ઇઝરાયલી હોય કે પરદેશી હોય, તો પ્રભુનો અનાદર કરવા બદલ ગુનેગાર છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇઝરાયલનાં વતની હોય કે વિદેશી હોય પણ જાણી જોઈને ઇરાદાપૂર્વક તે પાપ કરે તો તે મારું અપમાન કરે છે. તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. Faic an caibideil |
આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે. આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.
ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી.