ગણના 15:29 - પવિત્ર બાઈબલ29 અજાણતા ભૂલથી પાપ કરનાર પ્રત્યેક માંટે આ કાનૂન છે. પછી તે દેશનો વતની ઇસ્રાએલી હોય કે તેમની સાથે રહેતો વિદેશી હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 “અજાણતાં કંઈ કરનારને માટે, એટલે ઇઝરાયલી લોકો મધ્યે આ દેશનાને માટે તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીને માટે તમારે એક જ નિયમ રાખવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 જો કોઈ અજાણતાં ભૂલ કરે, પછી તે દેશમાં વસતો ઇઝરાયલી હોય કે તેમની મધ્યે રહેતો પરદેશી હોય, તો બંનેને આ નિયમ એક્સરખી રીતે લાગુ પડે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 અજાણતામાં પાપ કરનાર પ્રત્યેક માટે, એટલે કે ઇઝરાયલના વતની માટે અને તેઓ મધ્યે વસનાર વિદેશી માટે આ એક જ નિયમ રાખવો. Faic an caibideil |
પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”
સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું.