Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:6 - પવિત્ર બાઈબલ

6 અને દેશમાં ફરીને તપાસ કરવા ગયેલામાંના બે જણે, નૂનના પુત્ર યહોશુઆએ તથા યફૂન્નેહના પુત્ર કાલેબે દુઃખના માંર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાં ના હતા, તેઓએ પોતાનાં વસ્‍ત્ર ફાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જાસૂસોમાંના બે જણ, નૂનના પુત્ર યહોશુઆએ અને યફુન્‍નેહના પુત્ર કાલેબે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:6
22 Iomraidhean Croise  

રૂબેન કૂવા પાસે પાછો આવ્યો; જોયું તો કૂવામાં યૂસફ ન હતો; શોકના માંર્યા તેણે પોતાનાં લૂંગડાં ફાડયાં.


પછી યાકૂબે પોતાનાં વસ્રો ફાડી નાંખ્યાં અને ઢીલો ઝભ્ભો પહેર્યો અને ધણા દિવસ સુધી તેણે પુત્રના મરણનો શોક પાળ્યો.


જયારે તેઓએ આ જોયું ત્યારે તેઓએ દુ:ખના માંર્યા પોતાનાં કપડાં ફાંડી નાખ્યાં અને દરેક જણે પોતપોતાનાં ગધેડાં બાધ્યા. અને પછી તેઓ નગરમાં પાછા ફર્યા.


પછી દાઉદે યોઆબ તથા તેની સાથેના સૌ કોઈને કહ્યું, “આબ્નેરને માંટે શોકમાં તમાંરાં કપડાં ફાડી નાખો, શરીર પર કંતાન વીંટાળો અને ઘણું આક્રંદ કરો.”


મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.


એનો પુત્ર નૂન, ને એનો પુત્ર યહોશુઆ હતો.


પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી.


પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”


યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ;


એફ્રાઈમના કુળસમૂહમાંથી નૂનનો પુત્ર હોશિયા;


પરંતુ માંરો સેવક કાલેબ અલગ પ્રકૃતિનો માંણસ છે, તે મને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે, તેથી જે દેશમાં એ જઈને આવ્યો છે તે દેશમાં હું એને લઈ જઈશ અને તેના સંતાન એના ધણી થશે.


મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.


જેઓ દેશમાં તપાસ કરવા ગયા હતા, તે જાસૂસોમાંથી ફકત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ જ જીવતા રહ્યા.


આ સાંભળીને મૂસા તથા હારુન ઇસ્રાએલીઓના ભેગા મળેલા સમગ્ર સમાંજ સમક્ષ ઊધે મસ્તકે ભૂમિ પર પડયા.


અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે.


જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો.


જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી.


પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:


એક દિવસ યહૂદાના કુળસમૂહના લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યાં. તેઓમાંના એક કનિઝઝી, કાલેબે તેમને કહ્યું, “દેવના માંણસ મૂસાએ કાદેશ-બાર્નેઆમાં તમાંરા અને માંરા વિષે શું કહ્યું હતું તે તમે જાણો છો?


યહોશુઆ તથા તેમના આગેવાનોએ વસ્ત્રો ફાડી નાખ્યાં અને માંથાઁ પર ધૂળ નાખ્યો, અને સાંજ સુધી મોઢું જમીન પર રાખી યહોવાના પવિત્રકોશ સમક્ષ પડી રહ્યાં.


તેને જોઈને તેણે શોકના માંર્યા કપડાં ફાડી નાખ્યાં અને કહ્યું “ઓ દીકરી, તેં તો મને આજે દુઃખી અને કંગાળ બનાવી દીધો! મેં યહોવાની સામે વિચાર્યા વગર માંનતા કરી હતી કે હું બલિદાન આપીશ. અને તે હું પાછી લઈ શકું નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan