Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:24 - પવિત્ર બાઈબલ

24 પરંતુ માંરો સેવક કાલેબ અલગ પ્રકૃતિનો માંણસ છે, તે મને સંપૂર્ણપણે વફાદાર રહ્યો છે, તેથી જે દેશમાં એ જઈને આવ્યો છે તે દેશમાં હું એને લઈ જઈશ અને તેના સંતાન એના ધણી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો, ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે, તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ. અને તેનાં સંતાન તેનું વતન પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:24
17 Iomraidhean Croise  

હે યહોવા અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ, તમારા લોકોનાં હૃદયમાં આવી ભકિત સદા ઢ રાખો અને તેમના હૃદયને તમારા પ્રત્યે સમર્પિત રાખશે.


આ લોકોએ યહોવાને માટે ઉદાર મનથી અને હોંશે હોંશે આપ્યું અને એ જોઇને સૌ કોઇને ખૂબ આનંદ થયો અને રાજા દાઉદ પણ પ્રસન્ન થયો.


તેણે યહોવાની ષ્ટિએ જે યોગ્ય હતું તે કર્યું. પણ હંમેશા તે પૂરા હૃદયથી તેમ કરતો ન હતો.


મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા, મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.


તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો; તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો; જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.


મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખ.


પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”


મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.


કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.


બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.


જ્યારે તમારો માલિક દેખરેખ રાખતો હોય ત્યારે જ ફક્ત તેને પ્રસન્ન કરવા તેની આજ્ઞાનું પાલન ના કરો. પણ તેથી વિશેષ કંઈ કરવાની જરૂર છે. તમે જેમ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરો છો તેમ તેની આજ્ઞાનું પાલન કરો. દેવ જે ઈચ્છે છે તે તમારે સંપૂર્ણ હૃદયથી કરવું જોઈએ:


ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’


અને તમાંરે તમાંરા દેવ યહોવા પર પૂર્ણ મનથી પૂર્ણ અંત:કરણથી તથા પૂર્ણ મનોબળથી પ્રેમ રાખવો.


તમે જે કરી રહ્યા છો તે દરેક કાર્યમાં, તમે જેટલું થઈ શકે તેટલું શ્રેષ્ઠ કામ કરો. એ રીતે કામ કરો, જાણે લોકો માટે નહિ, પરંતુ પ્રભુ માટે કાર્ય કરી રહ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan