ગણના 14:18 - પવિત્ર બાઈબલ18 તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્લંઘનની ક્ષમા કરનાર, તથા [દોષિતને] નિર્દોષ કોઈ પણ પ્રકારે નહિ ઠરાવનાર; પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં છોકરાં પાસેથી લેનાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 ‘હું પ્રભુ જલદી કોપાયમાન થતો નથી, પણ હું અત્યંત દયાળુ છું. હું અન્યાય અને વિદ્રોહની ક્ષમા કરું છું; પરંતુ દોષિતને જરૂર સજા ફટકારું છું અને માતાપિતાનાં અપરાધને લીધે ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાન સુધી સજા કરવાનું હું ચૂક્તો નથી.’ એ શબ્દો હવે સાચા પાડો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહ ક્રોધ કરવામાં ધીમા તથા પુષ્કળ દયાળુ છો. અને અન્યાય તથા અપરાધોની ક્ષમા આપનાર છે. તથા કોઈ પણ પ્રકારે દોષિતને નિર્દોષ નહિ ઠરાવનાર અને પિતાઓના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં બાળકો પાસેથી લેનાર છે. Faic an caibideil |