ગણના 14:12 - પવિત્ર બાઈબલ12-13 પણ મૂસાએ યહોવાને કહ્યું, “પરંતુ મિસરના લોકો જાણે છે કે, તમે તમાંરા બાહુબળથી તેઓને મિસરમાંથી લઈ આવ્યા છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હું તેઓને મરકીથી મારીશ, ને તેઓને બિનવતન કરી નાખીશ, ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હું રોગચાળો મોકલીને તેમનો વિનાશ કરી નાખીશ, અને તેમનું ઠામઠેકાણું નહિ રહે. પણ હું તારાથી તેમના કરતાં મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હું મરકી ફેલાવીને તેમનો નાશ કરીશ અને તેઓને વતન વિનાના કરી નાખીશ. અને તેઓના કરતાં એક મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ.” Faic an caibideil |
ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.”