ગણના 10:14 - પવિત્ર બાઈબલ14 કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને પહેલી યહૂદાના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી આમિનાદાબનો દિકરો નાહશોન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 દરેક વખતે એક જ ક્રમમાં તેઓ કૂચ કરતા. યહૂદા કુળના સૈન્યના વજવાળા લોકો તેમની ટુકડીઓ પ્રમાણે પ્રથમ ચાલી નીકળ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો. Faic an caibideil |
પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં. પ્રથમ દિવસે યહૂદાના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો. બીજે દિવસે ઈસ્સાખાર વંશનો સૂઆરનો પુત્ર નથાનિયેલે અર્પણ લઈને આવ્યો. ત્રીજે દિવસે ઝબુલોનના વંશનો વડો અને હેલોનનો પુત્ર અલીઆબ અર્પણ લાવ્યો. ચોથે દિવસે રૂબેન વંશનો શદેઉરનો પુત્ર અલીસૂર અર્પણ લાવ્યો. પાંચમે દિવસે શિમયોન વંશના વડા સૂરીશાદાયના પુત્ર શલુમીએલે અર્પણ લાવીને ઘરાવ્યું. છઠ્ઠે દિવસે ગાદના વંશના વડા દેઉએલના પુત્ર એલ્યાસાફે અર્પણ લાવીને ઘરાવ્યું. સાતમે દિવસે એફ્રાઈમના વંશના વડા આમ્મીહૂદના પુત્ર અલીશામાંએ અર્પણ લાવીને ધરાવ્યું. આઠમાં દિવસે મનાશ્શા વંશના વડા પદાહસૂરના પુત્ર ગમાંલ્યેલ અર્પણ લાવીને ધરાવ્યું. નવમાં દિવસે બિન્યામીન વંશના વડા ગિદિયોનીના પુત્ર અબીદાને અર્પણ લાવીને ધરાવ્યું. દશમે દિવસે દાનના વંશના વડા આમ્મીશાદાયના પુત્ર અહીએઝેર અર્પણ ધરાવ્યું. અગિયારમે દિવસે આશેરના વંશના વડા ઓક્રાનના પુત્ર પાગીએલે અર્પણ લાવીને ધરાવ્યું. બારમે દિવસે નફતાલીના વંશના વડા એનાનના પુત્ર અહીરાએ અર્પણ લાવીને ધરાવ્યું. પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 130 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો. આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો. તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી, તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન; શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.