નહેમ્યા 7:1 - પવિત્ર બાઈબલ1 હવે દીવાલ બંધાઇ ચૂકી હતી અને તેના દરવાજાઓ જગ્યા પર ઊભા કરવામાં આવ્યાં હતા અને દ્વારપાળો, ગવૈયાઓ અને લેવીઓની નિમણૂંક કરવામાં આવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે કોટ બંધાઈ રહ્યો, મેં દરવાજા ઊભા કર્યા, ને દ્વારપાળો તથા ગવૈયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હવે કોટની મરામત પૂરી થઈ ગઈ અને દરવાજાનાં બારણાં ચડાવી દેવામાં આવ્યાં. મંદિરના સંરક્ષકો, પવિત્ર ગાયકવૃંદના સભ્યો અને અન્ય લેવીઓને તેમના કામની સોંપણી કરવામાં આવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. Faic an caibideil |
બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.