Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:4 - પવિત્ર બાઈબલ

4 રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી રાજાએ મને પૂછ્યું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:4
15 Iomraidhean Croise  

જયારે કોઈકે દાઉદને કહ્યું કે “અહીથોફેલ જે લોકોએ આબ્શાલોમની સાથે યોજના બનાવી છે.” તેની સાથે ભેગો ભળી ગયો છે, દાઉદે પ્રાર્થના કરી: “ઓ યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને નિરર્થક બનાવજે.”


તે રાત્રે યહોવાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી લે, હું તને તે આપીશ.”


હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”


જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી.


મેં કહ્યું: “હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.


ત્યારે મેં તેઓને જવાબ આપ્યો કે, “આકાશના દેવ અમને સફળતા આપશે. અમે તેના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરવાના છીએ. પરંતુ તમારે અહીં યરૂશાલેમમાં તમારો કોઇં ભાગ નથી, કોઇ દાવો નથી, કે નથી કોઇ અધિકાર!”


અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”


રાજાએ પૂછયું, “રાણી એસ્તેર, તારી શી ઇચ્છા છે? તારી શી માગણી છે? તું અડધું રાજ માગશે તો પણ તે તને આપવામાં આવશે.”


દ્રાક્ષારસ પીતાં પીતાં રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી ખરેખર શી માગણી છે તે કહે, અડધા રાજ સુધી હું તે મંજૂર કરીશ.”


બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતાંપીતાં રાજાએ એસ્તેરને પૂછયું; “એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? તારે શું જોઇએ છે? તું જે માગશે તે હું તને આપીશ, અડધું રાજ પણ હું તને આપવા તૈયાર છું.”


આકાશોના દેવની આભારસ્તુતિ કરો. કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.


તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે.


ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?” આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”


તે સરદાર તે યુવાન માણસને એક જગ્યાએ દોરી ગયો જ્યાં તેઓ એકલા હોય. તે સરદારે પૂછયું, “તું મને શું કહેવા ઇચ્છે છે?”


કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.


Lean sinn:

Sanasan


Sanasan