Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:1 - પવિત્ર બાઈબલ

1 મહોર મારેલા કરાર પર: હખાલ્યાનો પુત્ર પ્રશાસક નહેમ્યા અને સિદકિયાના નામ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા : હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસૂબો, સિદકિયા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:1
11 Iomraidhean Croise  

ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.


હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ.


ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાસકે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.


હખાલ્યાનો પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. આર્તાહશાસ્તાનાં શાસનના વીસમા વર્ષમાં કિસ્લેવ માસમાં હું પાટનગર સૂસામાં હતો ત્યારે.


સરાયા, અઝાર્યા, યર્મિયા;


“અમે અમારી પુત્રીઓ બીજી ભૂમિના લોકોને આપીશું નહિ, તેમ તેમની પુત્રીઓ અમારા પુત્રો માટે લઇશું નહિ.


પ્રશાસકે તેઓને કહ્યું કે જ્યાં સુધી, ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.


પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 8-1/2 કિલો સોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.


નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતા સાંભળતા એ લોકો રડતાં હતાં તેથી પ્રશાસક નહેમ્યાએ એઝરા જે યાજક અને લહિયો હતો તથા લોકોને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યુ કે, “આ દિવસ તમારા દેવ યહોવાને માટે પવિત્ર છે, માટે શોક કરતાં હોય તેવી રીતે વર્તવું નહિ પરંતુ બધાં લોકો જેમણે નિયમશાસ્રના વચનો સાંભળ્યાં તે બધાં લોકો રડ્યાં.”


આ બધી બાબતોને લીધે અમે ફરીથી એક કરાર કરીએ છીએ. અને તેની નોંધ કરીને તેના પર અમારા અધિકારીઓ, અમારા લેવીઓ અને યાજકો પોતપોતાની મહોર મારે છે.”


પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan