Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 1:2 - પવિત્ર બાઈબલ

2 યહૂદાથી મારા એક સગાવહાલા હનાની યહૂદિયાના બીજા કેટલાક માણસો સાથે આવ્યો; અને બંદીવાસમાંથી બચેલાઓમાંના જે યહૂદીઓ હતા, તેઓ તથા યરૂશાલેમ વિષે મેં તેમને પૂછયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારા ભાઈઓમાનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો, ત્યાં આવ્યા; અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા, તેઓ વિષે તથા યરુશાલેમ વિષે મેં તેમને પૂછ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 યહૂદિયાથી મારો એક ભાઈ હનાની અને બીજા કેટલાક માણસો ત્યાં આવ્યા. મેં તેમને યરુશાલેમ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા શેષ લોકોના સમાચાર પૂછયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 1:2
12 Iomraidhean Croise  

સિદ્દીમની ખીણમાં ડામરથી ભરેલા અનેક ખાડાઓ હતા. અને સદોમ અને ગમોરાહના રાજાઓ ભાગતા હતા ત્યારે એ ખાડાઓમાં પડી ગયા. અને બાકીના ડુંગરાઓમાં નાસી ગયા.


તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો.


અને ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધા.


છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?


ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો.


તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઇને વસવાની આશાએ મિસરમાં જઇને વસ્યા છે તેમાંથી કોઇ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી, કારણ, થોડા ભાગી છૂટેલા સિવાય કોઇ મારા કોપમાંથી બચી શકવાના નથી.”


અને પછી તેઓ વિદેશી પ્રજાઓમાં વેરવિખેર થઇ દેશવટો ભોગવશે. ત્યાં તેઓ મને યાદ કરશે અને તેમને સમજાશે કે તેમના હૃદયો દગાબાજ નીવડી મૂર્તિઓ ઉપર મોહી પડ્યા હતાં તેથી તેમને શરમાવવા માટે મેં તેમને સજા કરી હતી. આમ, પોતે કરેલાં ધૃણાજનક કૃત્યો બદલ તેમને પોતાના પર તિરસ્કાર થશે.


“અને જો કે તેમનામાંથી અમૂક લોકો ભાગી જઇને પર્વતો તરફ દોડી જશે, તેઓ ખીણમાંના પારેવાં જેવા હશે જે દરેક પોતાના પાપને કારણે નિસાસો નાખી રહ્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan