Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:7 - પવિત્ર બાઈબલ

7 પણ હું તો યહોવા તરફ જોઇશ, હું મારા તારણ કરનાર દેવની વાટ જોઇશ; મારા દેવ મને સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ હું તો યહોવા તરફ જોઈ રહીશ. હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ. વાટ જોઈશ. મારો ઈશ્વર મારું સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:7
33 Iomraidhean Croise  

“ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.


તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું.


તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચન પર આધાર રાખું છું.


મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ, તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો. હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.


યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો, જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.


હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.


“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”


તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.


શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?


દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”


આખરે તેઓ પોતાના ઉત્પન્નકર્તા દેવનું સ્મરણ કરશે અને ઇસ્રાએલના પવિત્ર યહોવાનો આદરસત્કાર કરશે.


તે દિવસે સૌ લોકો એમ કહેશે, “એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા, તે આપણો દેવ આ છે, આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે, અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે; માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”


ઉદ્ધારને માટે પૃથ્વીની સર્વ પ્રજાઓને મારા તરફ જોવા દો! કારણ કે હું દેવ છું: અને મારા સિવાય બીજો કોઇ નથી.


યહોવાની સહાય માટે હું આશા રાખીશ. જો કે હાલમાં તે પોતાનું મુખ યાકૂબનાં સંતાનોથી સંતાડે છે છતાં પણ મારી આશા ફકત તેમનામાં જ છે.


મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”


જે દેવની અમે સેવા કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી અને આપના હાથમાંથી ઉગારવાને શકિતમાન છે. તે અમને બચાવવા માટે શકિતમાન છે.


તે માટે તમે દેવ ભણી પાછા ફરો. પ્રેમ અને ન્યાયને વળગી રહો. દેવ તમને મદદ કરશે તેવી આશા સાથે રાહ જોતા રહો.”


હે યહોવા, હું તમને બોલાવું છું, કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે.


“હવે હું મારી ચોકી પર ઊભો રહીશ, ને બુરજ પર ઊભો રહીને જોયાઁ કરીશ કે તે મારી સાથે શું બોલે છે, ને તે મને ઠપકો આપે ત્યારે તે શું જવાબ આપશે?”


આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય.


પણ જો તે સ્ત્રી પવિત્ર હશે અને પોતાની જાતને કલંકિત નહિ કરી હોય તો તેને કંઈ પણ હાનિ થશે નહિ અને થોડા સમય પછી તે ગર્ભ ધારણ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan