Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 4:6 - પવિત્ર બાઈબલ

6 યહોવા કહે છે કે, “તે દિવસે જેમને મેં હાંકી કાઢીને દુ:ખી કર્યા છે, જેઓ અપંગ થઇ ગયા છે તે મારા લોકોને હું એકત્ર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવા કહે છે, “તે દિવસે જે લંગડી છે તેને હું સમેટીશ, ને જેને કાઢી મૂકેલી છે તથા જેને મેં દુ:ખી કરી છે તેને હું ભેગી કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું અપંગોને, એટલે જેમને મેં દેશનિકાલીમાંથી હાંકી કાઢી દુ:ખી કર્યા છે તેમને ભેગા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહ કહે છે કે, “તે દિવસે” “જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ અને જેને મેં દુ:ખી કરીને કાઢી મૂકી છે, તે પ્રજાને હું એકત્ર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 4:6
16 Iomraidhean Croise  

યહોવા યરૂશાલેમને બાંધે છે; તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.


હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ, મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.


ઇસ્રાએલના વેરવિખેર થયેલાંઓને એકઠા કરનાર પોતે યહોવા દેવના મુખના આ વચનો છે, “જેઓને ભેગા કર્યા છે તેમની ભેગા બીજાઓને પણ હું ભેગા કરતો રહીશ.”


તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.”


હું તેઓને ઉત્તરમાંથી લાવીશ, ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને, ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું. તેઓ એક મોટા સમુદાયની જેમ અહીં પાછા ફરશે.


દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ.


હું ચોક્કસપણે તમને બધાને, યાકૂબના લોકોને ભેગાં કરીશ. હું કાળજીપૂર્વક ઇસ્રાએલના બચેલાઓને ભેગાં કરીશ. હું તેમને વાડાના ઘેટાંની જેમ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ ભેગાં કરીશ. ચારેબાજુથી બધા લોકોના આવાજથી ત્યાં ઘોંઘાટ મચી જશે.


તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે, તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ. હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ. હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ. જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.


માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.”


મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે.


Lean sinn:

Sanasan


Sanasan