Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 3:9 - પવિત્ર બાઈબલ

9 હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો, જેઓ ન્યાયને ધિક્કારો છો, અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, હવે ધ્યાનથી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હે ઇઝરાયલના શાસકો અને તેમના આગેવાનો, મારું સાંભળો. તમે ન્યાયનો તિરસ્કાર કરો છો અને સત્યને જૂઠમાં ફેરવી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે યાકૂબના વંશના આગેવાનો, અને ઇઝરાયલ કુળના શાસકો, ઓ ન્યાયને ધિક્કારનારાઓ, અને જે સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, તમે આ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 3:9
16 Iomraidhean Croise  

મેં યહૂદાના ઉમરાવોને ફરિયાદ કરી અને કહ્યું, “આ કઇ રીતનું અનિષ્ટ છે? તમે પોતાનું સામાન્ય કામ સાબ્બાથના દિવસે કરી રહ્યાં છો?


યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે.


દોષિતને જે નિર્દોષ ઠરાવે અને નિર્દોષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.


દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે.


ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિર્દોષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.


દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માર્ગે ચાલવાનો ઇન્કાર કરે છે.


તારા રાજકર્તાઓ જ બળવાખોર અને ચોરોના સાથીઓ થઇ ગયા છે. તેઓ લાંચના લાલચુ છે, ને નજરાણાં માટે વલખાઁ મારે છે. તેઓ અનાથનું રક્ષણ કરતાં નથી, અને વિધવાઓની દાદ તેઓ સાંભળતા નથી.


તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી. તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી, તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી, અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.


“યાજકોએ મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો ભેદ સમજાવવો અને તેમણે શુદ્ધ શું અને અશુદ્ધ શું છે તે સમજાવવું.


હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો! તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં.


તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,


હે દુષ્ટ લોકો, તમે ગરીબ અને પગતળે કચડાયેલા માટે ‘ન્યાય’ એક કડવી ગોળી બનાવી છે. સચ્ચાઇ એ તમારા માટે એક નિરર્થક શબ્દ છે.


યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે,


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇસ્રાએલ દેશના શાસકો, હવે આ શું તમારા માટે ન્યાયને જાણવાની જગ્યા નથી?


“‘જો કોઈ વ્યકિત વિદેશી, અનાથ અને વિધવાને અન્યાય કરે તો તેના ઉપર શ્રાપ ઊતરો.’ “અને બધા લોકો કહેશે ‘આમીન’


Lean sinn:

Sanasan


Sanasan