Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 2:10 - પવિત્ર બાઈબલ

10 ઊઠો, ચાલ્યા જાઓ, કારણકે આ તમારું વિશ્રામસ્થાન નથી. અશુદ્ધિ ભયંકર વિનાશ સાથે સંહાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઊઠો, ચાલ્યા જાઓ; કેમ કે આ તમારું વિશ્રામસ્થાન નથી. નાશકારક મલિનતા, હા, ભારે વિનાશકારક મલિનતા, એનું કારણ [છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઊઠો, ચાલ્યા જાઓ, અહીં હવે કોઈ સલામત નથી. તમારાં પાપને લીધે આ સ્થળનો વિનાશ નિર્માણ થઈ ચૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 2:10
20 Iomraidhean Croise  

તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમર્પિત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટ્રો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;


ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.


હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.


તો મેં તમને જે ભૂમિ આપી છે તેમાંથી તમને ઉખેડી નાખીશ અને મને અર્પણ કરેલા આ મંદિરનો હું ત્યાગ કરીશ અને આ જગ્યામાં કાંઇક ખરાબ બન્યું હતું તેના માટે આ મંદિરને હું પ્રસિદ્ધ કરીશ.


તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિર્દોષ લોહી વહેવડાવ્યું; અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ, આમ દેશ લોહીથી ષ્ટ થયો.


મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”


કારણ કે તે એમ કહે છે કે, “આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ, એક પણ માણસ બચવા પામશે નહિ.”


જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો, એવી કોઇ જગ્યા છે જ્યાં તું વેશ્યાની માફક ન વર્તી હોય? ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે, અને તેં તારા અધમ વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.


“સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.’”


“હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો.


મેં તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા અને વિદેશોમાં રઝળતા કરી દીધા. તેમના કૃત્યો અને વર્તાવ જેને લાયક હતા તે જ સજા મેં તેમને કરી.


કારણ કે, યહોવા તમને જે વિશ્રામસ્થાન, જે ભૂમિ આપનાર છે,


તો આજે હું તમને જણાવી દઉ છું કે તમે નાશ પામશો, અને યર્દન ઓળંગીને તમે જે દેશમાં કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં વધારે આયુષ્ય ભોગવી નહિ શકો.”


અને હું આકાશ તથા પૃથ્વીની સાક્ષીએ તમને કહું છું કે, તમે યર્દન ઓળંગ્યા પછી જે ભૂમિનો કબજો લેવાના છો તેમાંથી તમે થોડા જ સમયમાં સમાંપ્ત થઈ જશો. ત્યાં તમે લાંબો સમય નહિ રહો અને તમાંરો નાશ થશે.


Lean sinn:

Sanasan


Sanasan