Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 1:11 - પવિત્ર બાઈબલ

11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને, ને નામોશી વહોરીને દેશવટાને રસ્તે પડો. સાઅનાનના રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે; તે તમારી પાસેથી પોતાનો આધાર મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે શાફીરના રહેવાસી, તું નગ્ન તથા લજ્‍જિત થઈને ચાલ્યો જા. સાનાણો રહેવાસી બહાર નીકળતો નથી. બેથ-એસલનો વિલાપ તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઓ શાફિરના રહેવાસીઓ, નગ્ન અને લજ્જિત થઈને દેશનિકાલ થાઓ. હે સાઅનાનના નિવાસીઓ, તમે પોતાના શહેર બહાર જઈ શકશો નહિ. બેથ એસેલના લોકોનો વિલાપ સાંભળીને તમને ખબર પડી જશે કે ત્યાં પણ સંતાવાનું કોઈ સ્થાન રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા. સાનાનના રહેવાસીઓ, પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 1:11
12 Iomraidhean Croise  

પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.


તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે.


ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?” તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. અને તારો નાશ કર્યો છે.


નાસો, તમારો જીવ લઇને નાસો! વગડાનાં જંગલી ગધેડા જેવા થાઓ.


“મોઆબ માટે મીઠું અલગ રાખો કારણકે તે ચોક્કસ પડશે. તેના નગરો વસ્તી વિનાના ઉજ્જડ ખંડેર થઇ જવાના છે.


આથી હું તારો ઉપભોગ કરનાર બધા પ્રેમીઓને-જેઓને તું ચાહતી હતી અને જેઓને તું ધિક્કારતી હતી તે સૌને ભેગા કરીશ. હું તને તેઓની આગળ નગ્ન કરીશ, જેથી તેઓ તારી સર્વ નિર્લજ્જતા જુએ.


અને તેઓ તને ધિક્કારે છે એટલે તેઓ તારા પરિશ્રમની કમાણી ઝૂંટવી લેશે અને તને બિલકુલ ઉઘાડી અને નગ્ન કરી મૂકશે. આમ, તું વારાંગના તરીકે ઉઘાડી પડી જઇશ.


એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ. ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ, શિયાળવાની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળ કળીશ.


સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે નિનવેહ, હું તારી વિરૂદ્ધ છું અને પ્રજાઓ અને રાજ્યો આગળ તને ઉઘાડી પાડી તને બેઆબરૂ કરીશ.


તમે પર્વતોની વચ્ચેની ખીણમાં થઇને નાસી જશો. તમારા વડવાઓ યહૂદિયાના રાજા ઉઝિઝયાના અમલ દરમ્યાન ધરતીકંપ વખતે ભાગી ગયેલા જેવા તમે લાગશો.


એ ઉપરાંત, સનાન, હદાશાહ, મિગ્દાલ-ગાદ,


Lean sinn:

Sanasan


Sanasan