Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:3 - પવિત્ર બાઈબલ

3 “હું તમારા વંશજોને સજા કરીશ, તમારા મોઢા પર તમારાં યજ્ઞના પશુઓનું છાણ નાખીશ, અને તેઓની સાથે તમને પણ બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:3
16 Iomraidhean Croise  

તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.


પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’


હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.


એન-દોરમાં તેઓ નાશ પામ્યા, અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.


પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.


અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.


ખેતરો લૂંટાઇ ગયા છે. ભૂમિ આક્રંદ કરે છે. કેમ કે અનાજ લૂંટાઇ ગયું છે. નવી દ્રાક્ષ સુકાઇ ગઇ છે. તેલ સુકાઇ જાય છે.


સૂકી જમીન નીચે ધાન્ય સડી જાય છે. વખારો નષ્ટ થઇ છે. કોઠારો ઓછા થયા છે. ખેતરોમાં અનાજ સુકાઈ ગયું છે.


તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.


હું તારા પર કંટાળાદાયક ગંદકી નાખીશ, તારો અનાદર કરીશ, ને તને હાસ્યજનક રીતે પ્રદશીર્ત કરીશ.


“મેં તમને લોકોની નજરમાં તિરસ્કારપાત્ર અને ઘૃણાપાત્ર બનાવી દીધા છે. કારણકે તમે મારા ઉપદેશને વળગી રહેતા નથી, અને જ્યારે તમે ન્યાય કરો છો ત્યારે પક્ષપાત કરો છો.”


તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે. “જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!”


લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ.


“તમે પુષ્કળ બી વાવશો પણ લણશો ઓછું. કારણ કે, તમાંરો બધો પાક તીડો ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan