Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 4:2 - પવિત્ર બાઈબલ

2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે [દરમ્યાન] શેતાનથી તેમનું પરીક્ષણ થયું. તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, ને તે પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાં ચાલીસ દિવસ સુધી શેતાને તેમનું પ્રલોભન કર્યું. એ સમય દરમિયાન તેમણે કંઈ ખાધું નહોતું. એ દિવસો પૂરા થયા પછી તેમને ભૂખ લાગી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 4:2
16 Iomraidhean Croise  

હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારાં બાળકો અને એનાં બાળકો વચ્ચે દુશ્મનાવટ રખાવીશ. એનો વંશ તારું માંથું કચરશે અને તું એના પગને કરડીશ.”


તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો.


જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો, ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઇએ ખાવું-પીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ પણ નિયમ વિરૂદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઇશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.”


અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.


તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.


રાજાએ એક વિશેષ સંદેશો બહાર પાડ્યો: રાજા અને તેના અધિકારીઓના પ્રભુત્વથી આ નિયમ હતો. માણસ કે ચોપગા પશુ, કે પશુપક્ષીના સમૂહને કંઇ ખાવા ન દો. તેમને ચરવા કે પાણી પીવાની પરવાનગી ન આપો.


બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો.


ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો.


શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”


ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી.


પછી પાછો બીજા ચાળીસ દિવસ અને ચાળીસ રાત હું યહોવાની હાજરીમાં જમીન ઉપર ચહેરો નમાંવી કંઇ ખાધા-પીધા વીના રહ્યો. કારણ તમે પાપ કર્યું હતું જે યહોવાની દ્રષ્ટિએ દુષ્ટ હતું અને તેને ખૂબ ગુસ્સે કર્યા હતા.


“તેથી જ હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી યહોવા સમક્ષ ઘૂંટણીએ પડીને પડી રહ્યો, કારણ કે, યહોવાએ તમાંરો નાશ કરવાનો નિશ્ચય કર્યો હતો.


હું ત્યાં પર્વત પર હતો, યહોવાએ તમાંરી સાથે કરેલા કરારની તકતીઓ લેવા હું ત્યાં ગયો હતો. હું ત્યાં ખાધાપીધા વિના ચાળીસ દિવસ અને રાત રહ્યો હતો.


ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.


ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.


ચાળીસ દિવસ સુધી સવાર અને સાંજ પેલો પલિસ્તી ગોલ્યાથ બહાર આવતો અને તેમને પડકાર કરતો.


Lean sinn:

Sanasan


Sanasan