લૂકની લખેલી સુવાર્તા 21:12 - પવિત્ર બાઈબલ12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પણ આ બધું બને તે અગાઉ તમારી ધરપકડ થશે અને સતાવણી કરાશે. તમને ભજનસ્થાનોમાં સોંપી દેવામાં આવશે અને તમને જેલમાં પૂરવામાં આવશે. મારે લીધે તમને રાજાઓ અને શાસકો સમક્ષ લઈ જવામાં આવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. Faic an caibideil |