Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:41 - પવિત્ર બાઈબલ

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેનાં માબાપ વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:41
18 Iomraidhean Croise  

“અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.


“તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરશો, અને તમાંરે એને યહોવાના ઉત્સવ તરીકે ઊજવવો. અને નિત્ય નિયમાંનુસાર તમાંરા વંશજોએ યહોવાના માંનમાં તેની ઊજવણી કરવી.


“પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું.


આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ.


“પહેલા મહિનાનો ચૌદમો દિવસ તે યહોવાનો પાસ્ખાનો દિવસ છે, દર વર્ષે પહેલા મહિનાની 14મી તારીખ તેની ઉજવણી કરવી.


જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા.


યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.


યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.


તે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય હતો, તેથી ઈસુ યરૂશાલેમમાં ગયો.


હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.


તે સમયે તમાંરા દેવ યહોવા તેમની પોતાની સેવા માંટે એક જગ્યાની પસંદગી કરશે ત્યાં હું આજ્ઞા કરું છું તે બધું તમાંરે લાવવું; તમાંરી ઊપજનો દશમો ભાગ, યજ્ઞો તેમજ તમાંરાં બધાં દહનાર્પણ તથા અન્ય અર્પણો તે જ જગ્યાએ ચડાવવાં. બાધા તરીકે ચઢાવવાની ખાસ ભેટો તમાંરે સાથે લાવવી.


આ બધું તમાંરે એક જ જગ્યાએ લાવવું, જે યહોવા તમાંરા દેવ પસંદ કરશે જયાં તમે, તમાંરાં બાળકો અને લેવીઓ યહોવા તમાંરા દેવની સમક્ષ તે તમાંરા નર અને નારી સેવકો, અને તમાંરા શહેરોમાં વસતા સાથે ખાઇ શકો. તમાંરાં પરિશ્રમનાં ફળોનો આનંદ યહોવા સમક્ષ સાથે માંણો.


“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.


એક વર્ષ બાદ એલ્કાનાહ અને તેનું સમગ્ર કુટુંબ પ્રતિ વર્ષની જેમ યહોવા દેવને પ્રાર્થના અને યજ્ઞ કરવા અને તેણે દેવને આપેલું વચન પૂરુ કરવા શીલોહ ગયાં.


પ્રતિવર્ષ એલ્કાનાહ અને તેનું કુટુંબ સાથે સર્વસમર્થ દેવની ઉપાસના કરવા અને અર્પણો અર્પણ કરવા માંટે શીલોહ જતા હતા. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ યહોવાના યાજકો તરીકે સેવા આપતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan