Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 2:4 - પવિત્ર બાઈબલ

4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યોસેફ ગાલીલ પ્રદેશના નાઝારેથ નામના નગરમાંથી દાવિદ રાજાની જન્મભૂમિ યહૂદિયાના બેથલેહેમ નામના નગરમાં ગયો. કારણ, યોસેફ દાવિદનો વંશજ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 2:4
24 Iomraidhean Croise  

આમ, રાહેલનું અવસાન થયું અને તેને એફ્રાથ, એટલે કે, બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.


જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”


હે બેથલેહેમ એફ્રાથાહ, તું યહૂદિયાનું સૌથી નાનકડું ગામડું છે, પણ મને લાગે છે કે, “ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે, જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”


જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.


યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે.


તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.


પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો.


ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો.


પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?” ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”


શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.”


તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?”


તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.” લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”


શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા.


આડોસપાડોસની સ્રીઓએ કહ્યું, “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો.


યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”


પછી યહોવાએ કહ્યું, તે મુજબ શમુએલે કર્યું. તે બેથલેહેમ ગયો અને શહેરના વડીલો તેને મળવા દોડી આવ્યા. તેઓએ પૂછયું, “આપ શા માંટે આવ્યા છો? સમાંચાર તો સારા છે ને?”


યહુદાના બેથલેહેમમાં એફાથી કુલમાંના યશાઇનો પુત્ર દાઉદ હતો. યશાઇને સાઠ પુત્રો હતા. શાઉલના સમયે યશાઇ વૃદ્વ ગણાતો.


શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?” દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”


જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાર્ષિક યજ્ઞોત્સવ છે.’


Lean sinn:

Sanasan


Sanasan