Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 13:7 - પવિત્ર બાઈબલ

7 ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું, ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘જો, આ ત્રણ વરસથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું, અને એકે જડતું નથી. તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પણ તેને એકેય અંજીર મળ્યું નહિ. તેથી તેણે પોતાના માળીને કહ્યું, ‘જો, આ અંજીરી પરથી છેલ્લાં ત્રણ વર્ષથી હું અંજીરની શોધ કર્યા કરું છું, પણ મને એકેય અંજીર મળ્યું નથી. એને કાપી નાખ!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 13:7
11 Iomraidhean Croise  

એટલે હવે તમે મને અટકાવશો નહિ, એમના પર માંરો ક્રોધ ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરીશ, અને તેઓના સ્થાને હે મૂસા, હું તમાંરામાંથી મહાન પ્રજા પેદા કરીશ.”


તેણે મોટે સાદે મને કહ્યું, ‘આ વૃક્ષને કાપી નાખો; તેની ડાળીઓને પણ કાપી નાખો; તેના પાંદડાં ખંખેરી નાખો અને તેના ફળ વિખેરી નાખો. તેની છાયામાંથી પ્રાણીઓને અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓને નસાડી મૂકો.


“કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેનાં ફળને ત્રણ વર્ષ સુધી અશુદ્ધ હોવાને કારણે ખાશો નહિ.


તેનો ઉત્તર આ છે, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલા મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.


જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે.


પણ માળીએ ઉત્તર આપ્યો, ‘સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો.


વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”


તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે.


જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan