Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 1:15 - પવિત્ર બાઈબલ

15 યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 1:15
22 Iomraidhean Croise  

હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.


પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”


તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ.


ધન અને યશ આપનાર તમે જ છો, તમે જ સર્વ પ્રજા પર શાસન કરનાર છો. અને સાર્મથ્ય અને સત્તા તમારા હાથમાં જ છે; તમે જ સૌને માનપાન અને શકિત પ્રદાન કરો છો,


હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી. તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.


“તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”


પરંતુ તેઓએ કહ્યું, “ના, અમે દ્રાક્ષારસ પીતા નથી. કારણ કે અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા પુત્રો કોઇ કાળે દ્રાક્ષારસ પીશો નહિ;


“તું અને તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દ્રાક્ષારસ કે કેફી પીણું પીવું નહિ, જો પીશો તો મૃત્યુ પામશો, આ નિયમ તારા પુત્રોને અને વંશ પરંપરા સદાને માંટે લાગુ પડે છે.


સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે, અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે, તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે. તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે, તેવી રીતે લોહી રેલાવશે.


આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે.


હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”


યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’


યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.


તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને તેઓએ જુદી જુદી ભાષાઓ બોલવાનું શરૂ કર્યુ. પવિત્ર આત્માએ તેઓને આ કરવાનું સાર્મથ્ય આપ્યું.


પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો


મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ.


પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ.


તે દિવસે યહોવાએ બધાં ઇસ્રાએલીઓ સમક્ષ યહોશુઆને મહાપુરુષ બનાવી દીધો. તે સમય પછી સમગ્ર જીવન દરમ્યાન તેઓ યહોશુઆનો આદર કરવા લાગ્યા. જે રીતે તેઓ મૂસાને આદર કરતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan