Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:7 - પવિત્ર બાઈબલ

7 પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે હારુનને અંગરખો પહેરાવ્યો, ને તેની કમરે કમરબંધ બાંધ્યો, ને તેને જામો પહેરાવ્યો, ને તેને એફોદ પહેરાવ્યો, ને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો, અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પછી તેણે આરોનને ડગલો પહેરાવ્યો. તેની કમરે પટ્ટો બાંધ્યો. તેને ઝભ્ભો પહેરાવ્યો અને સુંદર કારીગરીથી વણેલો એફોદ પહેરાવી તેના પર કમરપટ્ટો બાંધી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે હારુનને ઉપવસ્ત્રો પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:7
12 Iomraidhean Croise  

“તારા ભાઈ હારુનને માંટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.


તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં.


“તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે.


પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ.


“યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.


તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં “ધર્મનાં વૃક્ષો કહેવાશે.”


મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”


પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.


ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે.


ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું.


Lean sinn:

Sanasan


Sanasan