Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:12 - પવિત્ર બાઈબલ

12 જો કોઈ વ્યક્તિ આભાર માંટે અર્પણ ચઢાવતો હયો, તો શાંત્યર્પણ ઉપરાંત તેણે મોંયેલી બેખમીર રોટલી, તેલ ચોપડેલી બેખમીર ખાખરા તથા મોંયેલા લોટની પોળીઓ ચઢાવવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો આભારસ્તુતિને અર્થે તે તે ચઢાવે, તો તે આભારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ, તથા તેલ લગાડેલા ખમીર વગરના ખાખરા, તથા [તેલમાં] બોળેલા મેંદાની તેલે મોહેલી પોળીઓ ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો કોઈ વ્યક્તિ આભારસ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય, તો તે આભારર્થાર્પણની સાથે ખમીર વગરની રોટલી, પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગર બનાવવી, પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:12
25 Iomraidhean Croise  

ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમર્પિત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા.


તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું.


તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.


દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!


હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ, અને હું યહોવાના નામે પોકારીશ.


જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”


વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે, ‘સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર’ લોકો આ પ્રમાણે કહેશે. કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ.” આ યહોવાના વચન છે.


તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો: “હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય, તેનો સ્વીકાર કરો. અમે તમને સ્તુતિઓ અપીર્શું.


“જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.


જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય.


“જો તમને વિશેષ આભારાર્થે દેવને અર્પણ આપવાની ઈચ્છા હોય, તો તે ભેટ આપવાની તમને છૂટ છે. પણ તે તમાંરે એ રીતે આપવું જેથી તેઓ પ્રસન્ન થાય.


“મૂઠ્ઠીભર લોટ લીધા પછી જે બાકી રહે તે, ખોરાક માંટે હારુન અને તેના પુત્રો-યાજકોનો ગણાય; મુલાકાત મંડપનાં ચોકમાં તેને ખમીર વગર ખાવો.


જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.


ખમીરવાળી રોટલી આભાર અર્પણ તરીકે અર્પણ કરો અને તમારી મરજી મુજબના અર્પણો ક્યારે લાવશો તેની જાહેરાત કરો. કારણકે હે ઇસ્રાએલીઓ, આમ કરવું તમને ગમે છે.”


તથા એક ટોપલી ભરીને મોહેલા લોટની બેખમીર રોટલી તથા તેલ ચોપડેલા બેખમીર ખાખરા, અને ખાધાર્પણ તથા પેયાર્પણ તે ચઢાવે.


તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.)


દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?”


આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો.


હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.


તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે.


તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો.


Lean sinn:

Sanasan


Sanasan