Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:1 - પવિત્ર બાઈબલ

1 “ગુન્હા વિષે જાણનાર વ્યક્તિને ન્યાયાલયમાં સાક્ષી પૂરવા બોલાવવામાં આવે અને તે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેની સજા તેણે ભોગવવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે ત્યારે તેણે જે જોયું હોય કે જાણતો હોય, તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “તમારે નીચેના કિસ્સાઓમાં દોષ નિવારણ બલિ ચડાવવો. “જો કોઈ માણસને અદાલતમાં સાક્ષી આપવા માટે બોલાવવામાં આવે અને તે પોતે જોયેલી કે જાણેલી હકીક્ત સત્ય જાહેર ન કરે અને એમ પાપમાં પડે તો તેણે તે અંગેની સજા ભોગવવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈ પણ વ્યક્તિ સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે, તો તેણે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેને માટે તે પોતે જવાબદાર છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:1
22 Iomraidhean Croise  

રાજાએ કહ્યું, “યહોવાને નામે માંત્ર સાચું જ બોલવા માંટે માંરે તારી પાસે કેટલી વખત સોગંદ લેવડાવવા?”


“જો કોઈ માંણસ બીજા માંણસનો ગુનો કરે, અને એ બીજો માંણસ જો તમાંરા મંદિરમાં આવે અને તમાંરી વેદીની સામે ઊભા રહીને સોગંદ પૂર્વક પ્રતિજ્ઞા લે,


પરંતુ રાજાએ કહ્યું, “યહોવાને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવાં?”


મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.


તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.


ચોરનો ભાગીદાર પોતાનો જ દુશ્મન છે; તેને જુબાની આપવા માટે બોલાવાય છે, પણ સાક્ષી નથી પૂરતો.


નહિ તો કદાચ હું વધારે સંતુષ્ટ થાવ અને તને નકારુ અને કહું કે, યહોવા કોણ છે? અથવા હું કદાચ ગરીબ થઇને ચોરી કરુ અને પછી મારા દેવના નામને ષ્ટ કરું.


તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિર્દોષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.


કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે; આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે અને દુકાળ પડ્યો છે. લોકો ખોટા માર્ગે છે અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી.


જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.


એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.


પછીથી જ તે શુદ્ધ જાહેર થશે, જો તે પોતાનાં વસ્ત્રો ધોઈ ન નાખે અને સ્નાન ન કરે, તો તેનું પરિણામ તેને માંથે, તેને પાપની સજા ભોગવવી પડે.”


જે કોઈ તે ખાય તેણે સજા ભોગવવી પડશે, કારણ, તે દોષિત છે. તેણે યહોવાને ચઢાવેલું પવિત્ર અર્પણ ભ્રષ્ટ કર્યુ છે, તેથી તેનો લોકોએ સામાંજીક બહિષ્કાર કરવો.


“જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો એ અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. એ વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.


જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.


“જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી.


“જો કોઈ વ્યક્તિ અજાણતાં યહોવાએ આપેલા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરી પાપ કરે; તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માંથે.


કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.


પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.


પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં. ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”


વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.


એક દિવસ તેણે તેની માંતાને કહ્યું, “જ્યારે તારા અગિયારસો ચાંદીના સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં ચોરને શાપ દીધો હતો, તે મેં સાંભળ્યો હતો, એ સિક્કા માંરી પાસે જ છે, મેં જ તે ચોર્યા હતાં.” તેની માંતાએ કહ્યું, “યહોવા તારું ભલું કરો, બેટા.”


Lean sinn:

Sanasan


Sanasan