Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:7 - પવિત્ર બાઈબલ

7 “તમે તમાંરા દુશ્મનોને હાંકી કાઢશો, અને તેઓ તમાંરી તરવારનો ભોગ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તમે તમારા શત્રુઓને નસાડશો, ને તેઓ તમારી આગળ તરવારથી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે તમારા દુશ્મનોને હાંકી કાઢશો અને તેઓ તમારી આગળ તલવારથી પડશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:7
13 Iomraidhean Croise  

અને આમ્મોનીઓએ તેમને ભાગતા જોયા એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને શહેરમાં ભરાઇ ગયા. પછી યોઆબ પાછો યરૂશાલેમ આવી ગયો.


રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છૂટકારો મેળવવાં માટે ભેગા થયા. તેમણે પંચોતેર હજાર શત્રુઓનો સંહાર કર્યો; પણ તેમણે કોઇની કોઇ વસ્તુ લૂંટી નહિ.


જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે; પણ તેમની સજા તો સદાને માટે રહેશે.


જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.


હું તમને દેશમાં શાંતિ આપીશ, અને તમે રાત્રે નિર્ભય બની નિરાંતે ઊધી શકશો, હું દેશમાંથી હિંસક પ્રાણીઓને ભગાડી મૂકીશ અને યુદ્ધ થવા દઈશ નહિ.


તમાંરામાંના પાંચ એકસોને હાંકી કાઢશે અને તમાંરામાંના 100 હાંકશે 10,000ને! તમાંરા સર્વ શત્રુઓનો પરાજય થશે અને તમાંરી તરવારથી માંર્યા જશે.


“યહોવા તમાંરા ઉપર હુમલો કરવા આવનાર દુશ્મનોને પરાજીત કરશે; તેઓ ભેગા મળીને તમાંરી સામે એક દિશામાંથી આવશે તો પણ તમાંરી આગળથી સાત દિશાઓમાં ભાગી જશે.


એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.


તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે.


તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.


બારાકે તેના સૈન્ય સાથે હરોશેથ-હગોઈમ સુધી સીસરાના રથોનો અને લશ્કરનો પીછો પકડયો. સીસરાનું સમગ્ર સૈન્ય હણાઈ ગયું એકેય માંણસ જીવતો રહેવા પામ્યો નહિ.


પછી ગિદિયોને નફતાલીના, આશેર અને આખા મનાશ્શાના કુળસમૂહોના પ્રદેશના ઈસ્રાએલીઓને તેને મદદ કરવા બોલાવડાવ્યા અને તેમણે નાસી ગયેલા મિદ્યાનીઓનો પીછો પકડ્યો.


આથી તેઓ ધૂંટણિયે પડીને ઉપર ચઢી ગયાં અને યોનાથાને તથા તેના યુવાન રક્ષકે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને માંરી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan