Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:42 - પવિત્ર બાઈબલ

42 ત્યારે હું યાકૂબ સાથેનો ઈસહાક સાથેનો અને ઈબ્રાહિમ સાથેનો માંરો કરાર અને આ ભૂમિને સંભારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ. અને વળી ઇસહાકની આગળ કરેલા મારા કરારનું તથા ઇબ્રાહિમની આગળ કરેલા મારા કરારનું હું‍ સ્મરણ કરીશ; અને હું દેશનું સ્મરણ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 હું યાકૂબ સાથેનો, ઇસહાક સાથેનો અને ઇબ્રાહિમ સાથેનો મારા કરારનું સ્મરણ કરીશ અને આ દેશનું પણ સ્મરણ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:42
26 Iomraidhean Croise  

આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ –


યહોવાએ ઇસહાક સાથે વાત કરી. યહોવાએ ઇસહાકને કહ્યું, “મિસર જઈશ નહિ, હું તને કહું તે દેશમાં જ તું રહેજે.


ત્યાં તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો દેવ છું. ડરીશ નહિ, હું તારી સાથે જ છું અને હું તને આશીર્વાદ આપીશ. હું તારા વંશજોની વૃદ્વિ કરીશ. હું માંરા સેવક ઇબ્રાહિમના માંટે આ બધું કરીશ.”


આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”


અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ.


“હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”


દેવે તેને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. હું તને આશીર્વાદ આપું છું, તને ઘણા સંતાનો થાઓ અને તારા વંશજો વધો. એક મહાનરાષ્ટ બનો, જાઓ તમાંરાથી બીજા રાષ્ટ તથા રાજાઓ થશે.


મેં ઇબ્રાહિમ અને ઇસહાકને જે વિશેષ ભૂમિ આપી હતી તે હવે હું તમને તથા તમાંરા વંશજોને આપું છું.”


એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે.


જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”


“જો તે સમયે તું મૌન રહીશ અને યહૂદીઓને બચાવવા માટે કાઇં નહિ કરે તો બીજી કોઇ રીતે ચોક્કસ યહૂદીઓ માટે મદદ અને રાહત મોકલાશે, પરંતુ તારુ તથા તારાં પિતાના કુટુંબનો નાશ થશે. અને કોને ખબર છે કે તને રાણીપદ કદાચ આવા સમય માટે તો પ્રાપ્ત થયું હશેં?”


યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.


જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.


દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું.


મેં ઇસ્રાએલના લોકોનાં ઊહંકાર સાંભળ્યા છે. હું જાણું છું કે તેઓ મિસરના ચાકરો છે અને મેં માંરો કરાર સંભાર્યો છે.


કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.


છતાં હું એ કરાર નહિ ભૂલું; તું જ્યારે જુવાન હતી, ને મેં તારી સાથે જે કરાર કર્યો હતો તેને હું અનુસરીશ. બીજી તરફ હું, તારી સાથે કાયમી કરાર કરીશ.


ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઇ, ને તેને પોતાના લોકો પર દયા આવી.


દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.


તમાંરા દેવ યહોવા દયાળુ છે; તે તમાંરો ત્યાગ કરશે નહિ કે, તમાંરો નાશ પણ કરશે નહિ કે, તમાંરા પૂર્વજોને આપેલાં વચનો પણ ભૂલશે નહિ.


તમાંરા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલાં વચનોને યાદ કરીને આ લોકોની હઠ અને દુષ્ટતા તથા એમનાં પાપને ધ્યાનમાં લેશો નહિ.


એક દિવસ યહોવાએ પોતાના દેવદૂતને ગિલ્ગાલથી બોખીમ મોકલ્યો અને ઈસ્રાએલીઓને કહ્યું, “મેં તમને મિસરમાંથી બહાર કાઢયા છે અને તમાંરા પિતૃઓને મેં વચન આપ્યું હતું તે પ્રમાંણે આ ભૂમિ તમને આપી છે, મેં તમને આપેલું વચન ક્યારેય તોડીશ નહિ,


Lean sinn:

Sanasan


Sanasan