Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:18 - પવિત્ર બાઈબલ

18 “આટલી મુશ્કેલીઓ પડવા છતાં તમે જો માંરું કહ્યું નહિ માંનો, તો હું તમને તમાંરા પાપો બદલ સાત ગણી વધુ શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને એ બધું થયા છતાં જો તમે મારું નહિ સાંભળો, તો હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “આ બધું વીત્યા છતાં જો તમે મને આધીન થશો નહિ તો હું તમારા પાપની સજા સાત ઘણી વધારીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને તેમ છતાં જો તમે મારું નહિ સાંભળો તો હું તમને તમારા પાપો બદલ સાત ગણી વધુ સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:18
10 Iomraidhean Croise  

તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.


જો તું આમ નહિ કરે તો હું માંરી બધી શક્તિ તારા ઉપર, તારા અમલદારો ઉપર અને તારા લોકો ઉપર વાપરીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં માંરા જેવો બીજો કોઈ દેવ નથી.


કારણકે, સજ્જન સાત વાર પડશે તોયે પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતાં ભાંગી પડે છે, પાયમાલ થઇ જાય છે.


માટે યહોવા પોતાના લોકો ઉપર ખૂબ ગુસ્સે થયા છે; અને તેઓને કચડી નાખવા માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો છે. ટેકરીઓ ધ્રૂજશે, અને તેના લોકોના મડદાં શેરીઓમાં કચરાની જેમ ફેંકી દેવામાં આવશે. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થયો નથી; હજી તેમના લોકો પર તેમનો હાથ ઉગામેલો જ છે.


વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે. અને તેમાં તિરાડો પડી છે. ખેડૂતો હેબતાઇ ગયા છે. તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે.


આ સાંભળીને રાજા નબૂખાદનેસ્સારે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો ઉપર ક્રોધે ભરાયો અને તેનો ચહેરો લાલચોળ થઇ ગયો. તેણે હુકમ કર્યો, “ભઠ્ઠીને હંમેશા ગરમ કરવામાં આવે તે કરતાં સાતગણી વધારે ગરમ કરો.”


“અને તે છતાંય તમે માંરી આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો અને માંરું નહિ સાંભળો તો હું તમાંરાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.


તો હું તમાંરી વિરુદ્ધ થઈશ, અને હું પોતે તમને તમાંરાં પાપો માંટે સાતગણી વધુ આકરી સજા કરીશ.


તો હું પણ ક્રોધે ભરાઈને તમાંરી સામે પડીશ અને તમાંરાં પાપોની સાતગણી મોટી શિક્ષા તમને કરીશ.


જે ધનવાન લોકો પાસે પુષ્કળ ખોરાક ભૂતકાળમાં હતો તેઓએ ખોરાક માંટે હવે કામ કરવું પડશે. જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી. વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan