Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 24:9 - પવિત્ર બાઈબલ

9 પવિત્ર જગાએ હારુન અને તેના પુત્રો આ રોટલી ખાય. એ એમનો હક છે. કારણ, તે યહોવાને ચઢાવાતા અગ્નિ ખાદ્યાર્પણોનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. યાજકને આ ભાગ હંમેશા આપવાના છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તે હારુનની તથા તેના પુત્રોની થાય, અને પવિત્ર જગાએ તેઓ તે ખાય, કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 આ રોટલી આરોન અને તેના વંશજોની થાય. પવિત્રસ્થાનમાં તે ખાવામાં આવે; કારણ, પ્રભુને ચડાવવામાં આવેલ અર્પણમાંથી યજ્ઞકારો માટેનો તે અતિ પવિત્ર હિસ્સો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને આ અર્પણ હારુન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય. કેમ કે તે યહોવાહને ચઢાવાતા હોમયજ્ઞોમાંનો યાજકને મળતો પવિત્ર ભાગ છે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 24:9
17 Iomraidhean Croise  

હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”


મૂસાએ હારુનને અને તેના બાકી રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “યહોવાને ધરાવેલા ખાદ્યાર્પણમાંથી વધેલો લોટ તમાંરે લેવો અને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે જમવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.


અને તેણે કહ્યું, “તમે એ પાપાર્થાર્પણ પવિત્રસ્થઆનમાં શા માંટે ન ખાધું? તે અત્યંત પવિત્ર છે, એ તમને લોકોના દોષ દૂર કરી, યહોવા સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવા આપેલ હતું.


તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.


એક દિવસ ઇસ્રાએલી માંતા અને મિસરી પિતાના યુવાનને છાવણીમાં એક ઇસ્રાએલી વ્યક્તિ સાથે ઝધડો થયો.


તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”


ત્યાર પછી તેણે વસ્ત્રો બદલવાં અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જવી.


“મૂઠ્ઠીભર લોટ લીધા પછી જે બાકી રહે તે, ખોરાક માંટે હારુન અને તેના પુત્રો-યાજકોનો ગણાય; મુલાકાત મંડપનાં ચોકમાં તેને ખમીર વગર ખાવો.


“હારુન અને તેના પુત્રોને દહનાર્પણને લગતા આ નિયમો આપ: દહનાર્પણો વેદી પરની કઢાઈ ઉપર આખી રાત રાખવામાં આવે અને વેદીનો અગ્નિ સતત સળગતો રહે.


અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.”


પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો.


“પરંતુ યહોવાની યજ્ઞવેદી અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન તિરસ્કારપાત્ર છે એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી બલિદાનો માટે બીમાર પ્રાણીઓને લાવવા તમે લોકોને ઉત્તેજન આપો છો.


દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો?


તે સમય દરમ્યાન મુખ્ય યાજક અબ્યાથાર હતો. દાઉદ દેવના ઘરમાં ગયો અને દેવને અર્પણ કરેલી રોટલી ખાધી. અને મૂસાનો નિયમ કહ છે, ફક્ત યાજકો જ તે રોટલી ખાઇ શકે. દાઉદે તેની સાથેના પેલા લોકોને પણ રોટલીનો થોડો ભાગ આપ્યો.”


દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.”


યાજકે ત્યાં બીજી રોટલી ન હતી તેથી તેમને પવિત્ર રોટલી આપી. જે યહોવાની સમક્ષ અર્પણ તરીકે મૂકવામાં આવી હતી. દરરોજ તાજી પવિત્ર રોટલી અર્પણ કરવામાં આવતી.


Lean sinn:

Sanasan


Sanasan