Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 24:7 - પવિત્ર બાઈબલ

7 તે બંને થપ્પી પર તમાંરે શુદ્ધ લોબાન મૂકવો, આથી યહોવાને પોતાની સમક્ષ અગ્નિ આહુતીનું અર્પણ યાદ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે બન્ને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો, એ સારુ કે રોટલીને સારુ તે યાદગીરીરૂપ થાય. અને યહોવાહને સારુ હોમયજ્ઞ થાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 24:7
17 Iomraidhean Croise  

જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”


“તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરશો, અને તમાંરે એને યહોવાના ઉત્સવ તરીકે ઊજવવો. અને નિત્ય નિયમાંનુસાર તમાંરા વંશજોએ યહોવાના માંનમાં તેની ઊજવણી કરવી.


“અને આ ઉત્સવ તમાંરા હાથ પરના એંધાણી અને તમાંરા કપાળ પરના સ્મરણચિહ્ન જેવા બનીને રહેશે, તે તમાંરી આંખો સામે એક ચિહ્ન તરીકે રહેશે, આ પર્વ તમને યહોવાનો ઉપદેશ યાદ રખાવશે. તે તમને યાદ રખાવશે કે યહોવા તેમની મહાન શક્તિથી તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.


પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”


હારુને આ નામો પોતાના બે ખભા ઉપર ધારણ કરીને યહોવા પાસે જવું જેથી તેને એમનું સ્મરણ થાય.


તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું.


જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.


પછી તેણે એ હારુનના પુત્રો – યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.


અને પછી યાજક તેમાંથી પ્રતીકરૂપે થોડો ભાગ લઈ ખાદ્યાર્પણ તરીકે વેદીમાંના અગ્નિમાં હોમશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.


પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ.


હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”


તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.


કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?” તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.


તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.


આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan