Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:8 - પવિત્ર બાઈબલ

8 તમાંરે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે મને અર્પણ ધરાવનાર તે છે. તમાંરે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ હું યહોવા પવિત્ર છું અને તમને પવિત્ર બનાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 માટે તું તેને શુદ્ધ કર; કેમ કે તે તારા ઈશ્વરની રોટલી ચઢાવે છે, તે તારે માટે શુદ્ધ હોય; કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:8
18 Iomraidhean Croise  

હે મારા દેવ, યાદ કર કે તે લોકોએ યાજકો તથા લેવીઓનો કરારનો ભંગ કરીને યાજકપદને કલંકિત કર્યુ છે,


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજ અને આવતી કાલે તેઓ દેહશુદ્ધિ કરે, અને તેઓ પોતાનાં વસ્ત્રો ધુએ,


આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને લોકોએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.


હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે.


દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે.


“ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને આ પ્રમાંણે જણાવ: તમે પવિત્ર થાઓ, કારણ હું તમાંરો દેવ યહોવા પવિત્ર છું.


તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.


યાજકે પવિત્ર અર્પણોને બીજા લોકોને ખાવા દઈને તેમના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. હું યહોવા અર્પણોને પવિત્ર કરનાર છું.”


યાજકે યહોવા સમક્ષ શાંત્યર્પણ તરીકે આ બધું હોમી દેવું.


યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, ‘અમે તમને શી રીતે ષ્ટ કર્યા?’ “કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.


“ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર:


તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે.


હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.


તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો.


ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે. તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan