Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 20:5 - પવિત્ર બાઈબલ

5 તો હું જાતે તેની અને તેના પરિવારની વિમુખ થઈ જઈશ, અને તેનો તથા તેની સાથે મોલેખની પૂજા કરનારા તથા માંરા તરફ વિશ્વાસઘાત દાખવનાર સૌ કોઈનો તેના લોકોમધ્યેથી બહિષ્કાર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ રાખીશ, ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યેથી તેની પાછળ વંઠી જઈને [જાણે કે] માલેખની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નષ્ટ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તો હું તેની, તેના કુટુંબની અને તેની સાથે એમાં ભળી જનારાઓની વિરુદ્ધ થઈશ. તેમણે મારા પ્રત્યેની તેમની વફાદારીનો ત્યાગ કરીને મોલેખ દેવની પૂજા કરી છે તે માટે મારા લોક મધ્યેથી હું તેમનો બહિષ્કાર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તો હું પોતે તેની અને તેના કુટુંબની વિમુખ થઈ જઈશ અને તેને અને તેની સાથે મોલેખની પાછળ જઈને તેની સાથે વ્યભિચાર કરનારાઓને હું નાબૂદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 20:5
13 Iomraidhean Croise  

યહૂદાની ટેકરીઓ ઉપર સ્થાનકો બાંધ્યા હતા, યરૂશાલેમના વતનીઓ મૂર્તિપૂજા કર્યા કરતા હતા. અને આખા યહૂદાને ખોટે માર્ગે ચડાવ્યું હતું.


તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.


તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.


જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો, એવી કોઇ જગ્યા છે જ્યાં તું વેશ્યાની માફક ન વર્તી હોય? ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે, અને તેં તારા અધમ વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.


હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.


તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે: “જુઓ, હું તમારી પર ભયાનક મુસીબતો મોકલવા માટે અને યહૂદિયાના લોકોનો જડમૂળથી નાશ કરવા માટે કૃત નિશ્ચયી છું.


“મને ભૂલીને તે બઆલની મૂર્તિ આગળ ધૂપ બાળતી હતી. અને આભૂષણોનો શણગાર કરીને પ્રેમીઓની પાછળ ફરતી હતી. તે માટે હું તેને સજા કરીશ.” આ યહોવાના વચન છે.


તેણીને તેનો ગર્ભધારણ પોતાના શરમજનક કાર્યોથી થયો છે અને તેણીએ કહ્યું, ‘હું મારા પ્રેમીઓની પાસે જઇશ, કારણ, તેઓ મને મજાનું ખાવાનું, પીવાનું, કપડાં, તેલ અને અત્તર આપે છે.’


“અને જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે, તો હું (દેવ) તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ. કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે.


તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે.


જો કોઈ માંણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે, ત્યારે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે,


“જે કોઈ માંરા પ્રત્યે વિશ્વાસઘાત દાખવશે અને મધ્યસ્થી તથા જાદુગરો પાસે જઈને તેમની સલાહ લેશે, તેની હું વિમુખ થઈશ અને તેમના લોકોમાંથી તેનો હું બહિષ્કાર કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan