Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:1 - પવિત્ર બાઈબલ

1 જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર ધૂપ મૂકે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:1
31 Iomraidhean Croise  

ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું.


તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું.


અને યહોવાને માટે ઉપહાર તરીકે દરેક પ્રજાઓમાંથી તારા સર્વ ભાઇઓને પાછા લાવશે. ત્યાંથી તેઓને મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટડીઓ પર બેસાડીને કાળ જીપૂર્વક લાવવામાં આવશે, એમ યહોવા કહે છે. કાપણીના સમયમાં જેમ અર્પણોને યહોવાના શુદ્ધ પાત્રોમાં મંદિરમાં લાવવામાં આવે તેમ તેઓ યહોવાની સમક્ષ અર્પણ રૂપ થશે.


“આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.”


યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.


કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે. ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.


“આઠમે દિવસે તેણે એક વરસની ઉમરના બે ખોડખાંપણ વગરનાં નરઘેટાં, એક વરસની ખોડખાંપણ વગરની ઘેટી, 24 વાટકા મોયેલા લોટનો ખાદ્યાર્પણ અને પા કિલો તેલ લઈને મુલાકાતમંડપ પર જવું.


તે બંને થપ્પી પર તમાંરે શુદ્ધ લોબાન મૂકવો, આથી યહોવાને પોતાની સમક્ષ અગ્નિ આહુતીનું અર્પણ યાદ રહેશે.


“જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે,


પછી યાજકે યહોવા સમક્ષ તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો, એટલે તેણે જે કાંઈ પાપ કર્યું હશે તેને માંફ કરવામાં આવશે.”


પછી તેણે ખાદ્યાર્પણ ચઢાવ્યો, તેમાંથી એક મૂઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી.


તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.’”


“મારું નામ પૂર્વથી પશ્ચિમ સુધી મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. કારણકે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, સર્વ પ્રજાઓમાં મારા નામનો મહિમા છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.


અગ્નિમાં હોમવામાં ન આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધા અતિ પવિત્ર અર્પણો તારા ગણાશો; બધા ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો એ બધા પવિત્ર અર્પણો તારા અને તારા વંશજોના ગણાશે.


ઝીણા દળેલા આઠ વાટકા મેંદાના લોટમાં એક કવાર્ટ જૈતૂન તેલ ભેળવીને તે પણ ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરો.”


તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.


“ત્યારબાદ તેમણે એક વાછરડું તથા મોયેલા લોટનો ખાધાર્પણ લાવવો, અને સાથે તારે એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માંટે પણ લેવો, પછી લેવીઓને મુલાકાત મંડપ પાસે લાવવા.


પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ.


તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો.


ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.


પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો.


ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી.


Lean sinn:

Sanasan


Sanasan