Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:9 - પવિત્ર બાઈબલ

9 “જયારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહિ અને ધઉની કાપણીનો મોડ પણ વીણી લેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “કાપણી વખતે પાક છેક છેડા સુધી કાપી ન લેવો. વળી, લણણી પછી રહી ગયેલાં ડૂંડાં કાપી લેવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:9
9 Iomraidhean Croise  

એ જ પ્રમાંણે દ્રાક્ષના વેલાને પૂરેપૂરા વીણશો નહિ, તેમજ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણશો નહિ. ગરીબો તેમજ મૂસાફરો માંટે તે રહેવા દેજો. હું યહોવા તમાંરો દેવ છું.


જે કોઈ તે ખાય તેણે સજા ભોગવવી પડશે, કારણ, તે દોષિત છે. તેણે યહોવાને ચઢાવેલું પવિત્ર અર્પણ ભ્રષ્ટ કર્યુ છે, તેથી તેનો લોકોએ સામાંજીક બહિષ્કાર કરવો.


“ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું.


“તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.”


“એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.


ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ.


એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.” નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”


બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે.


Lean sinn:

Sanasan


Sanasan