Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:10 - પવિત્ર બાઈબલ

10 એ જ પ્રમાંણે દ્રાક્ષના વેલાને પૂરેપૂરા વીણશો નહિ, તેમજ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણશો નહિ. ગરીબો તેમજ મૂસાફરો માંટે તે રહેવા દેજો. હું યહોવા તમાંરો દેવ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તારી દ્રાક્ષાવાડી તું વીણી ન લે, તેમ જ તારી દ્રાક્ષાવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 દ્રાક્ષવેલાની એકેએક દ્રાક્ષ ઉતારી ન લેવી અને નીચે પડેલી દ્રાક્ષ પણ લઈ ન લેવી. ગરીબ અને પરદેશીઓ માટે તે રહેવા દેવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એ જ પ્રમાણે દ્રાક્ષવાડીના દ્રાક્ષોને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:10
16 Iomraidhean Croise  

“ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.


પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા. અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા દ્રાક્ષવેલા જેવા લાગે છે.


“જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.


કારણ કે હું યહોવા તમાંરો દેવ છું. આ બાબતો વિષે તમે તમાંરી જાતને પવિત્ર રાખો, કારણ, હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલતાં કોઈ પ્રાણીથી તમાંરે તમાંરી જાતને અભડાવવી નહિ.


“તમાંરે ચોરી કરવી નહિ, કે કોઈને છેતરવું કે ઠગવું પણ નહિ.


છેવટે પાંચમે વરસે તમે તેનાં ફળ ખાઈ શકો. જો એમ કરશો તો તેનો ફાલ વધુ ઊતરશે. હું યહોવા તમાંરો દેવ છું.


“જયારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહિ અને ધઉની કાપણીનો મોડ પણ વીણી લેશો નહિ.


“તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.”


“એ વિશ્રામના વર્ષમાં ખેડયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમને તેમજ તમાંરાં સ્ત્રીપુરુષ, ચાકરોને, તમે મજૂરીએ રાખેલા માંણસોને, તમાંરા ઘરમાં રહેતા વિદેશીઓને,


જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત. ધાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત. તેઓએ ફકત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત. જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત. તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત, પણ તારો સંપૂર્ણ નાશ થશે.


હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.


“જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે.


જયારે તમે ફળ લેવાં જૈતૂનના વૃક્ષને ઝૂડો ત્યારે કોઈ ડાળને બીજી વાર ઝૂડવી નહિ, કંઈ રહી ગયું હોય તો તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દેવું.


એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો.


પણ ગિદિયોને કહ્યું, “તમાંરી તુલનામાં મેં જે કંઈ કર્યું છે એ તો કંઈ વિસાતમાં નથી. તમે એફ્રાઈમના લોકોએ જે કર્યું છે તે માંરા સમગ્ર કુળ કુટુંબે જે કર્યુ છે તેના કરતાં કયાંય ચડિયાતું છે.


એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.” નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”


Lean sinn:

Sanasan


Sanasan