લેવીય 17:7 - પવિત્ર બાઈબલ7 તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ઇઝરાયલીઓએ હવેથી ખુલ્લા પ્રદેશમાં અન્ય દેવતાઓને યજ્ઞો ચડાવી પ્રભુ પ્રત્યે બેવફા બનવું નહિ. ઇઝરાયલ લોકોએ આ કાયમી નિયમ વંશપરંપરા પાળવાનો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 લોકો બકરાનો મૂર્તિઓને તેઓના અર્પણ ચઢાવવાની ઇચ્છા રાખે નહિ, કેમ કે આ રીતે તેઓ ગણિકાઓ માફક વર્ત્યા છે. ઇઝરાયલીઓ અને તેઓના વંશજો માટે આ હંમેશનો વિધિ થાય.’” Faic an caibideil |
પૃથ્વી પરના બીજા લોકોને આ ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં આ લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી.