Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:6 - પવિત્ર બાઈબલ

6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ન હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફકત ચાંદું જ હતું એમ માંનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે શુદ્ધ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યાજક તેને સાતમે દિવસે બીજીવાર તપાસે, અને જો, તે રોગ ઝાંખો પડયો હોય, ને તે ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે. તેને ચાંદું ન સમજવું. અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઈને શુદ્ધ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ફરીથી સાતમે દિવસે યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેનો ડાઘ ઝાંખો થયો હોય અને વધુ પ્રસર્યો ન હોય તો યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો. તે માત્ર ડાઘ જ હતો એમ સમજવું. તે દર્દી પોતાનાં કપડાં ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:6
23 Iomraidhean Croise  

અને ઇસ્રાએલના લોકો જ્યારે ખરી લાગણી સાથે પશ્ચાતાપ કરે અને આ મંદિરમાં હાથ પ્રસારીને તમાંરી પ્રાર્થના કરવા આવે.


તો તમાંરે સ્વર્ગમાં તેઓની પ્રાર્થના સાંભળજો અને તેમને મદદ કરજો.


મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી, છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.


કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?


સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.


તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ, તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.


જે કોઈ તેમના શબને ઉપાડી લે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા. વિધિ પ્રમાંણે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જે કોઈ તેમના શબને ઉપાડે, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. કારણ કે તે માંટેની તમને મનાઈ કરેલી છે.


જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


“જો કોઈ વ્યક્તિના શરીરની ચામડી પર સોજો આવે, અથવા ચાંદું કે ગૂમડું થાય, અને એ કોઢમાં પરિણમે એમ લાગતું હોય. તો તેને યાજક હારુનની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.”


પછી સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો એ સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.


“પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો વ્યક્તિ એ ફરીથી તપાસ માંટે યાજક પાસે આવવું.


“જે માંણસ સાજો થયો છે તેને પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પોતાના માંથે મૂંડન કરાવવું અને પાણીમાં સ્નાન કરવું, એટલે તે શુદ્ધ થયો ગણાય, અને છાવણીમાં રહેવા માંટે પાછો ફરે. પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.


વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો.


પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.


તમે ઇસ્રાએલીઓ ભ્રષ્ટ થયા અને પાપથી ખરડાયા. તમે એનાં, કેવાં કુટિલ-કપટી દુષ્ટ સંતાન નીવડયાં!


આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ.


આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.


આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan