Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:7 - પવિત્ર બાઈબલ

7 પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી. અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને તેઓ તો રહ્યા નથી! અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:7
15 Iomraidhean Croise  

તેથી તેઓએ કહ્યું, “અમે, બધા ભાઈઓ છીએ. અમો કુલ 12 ભાઇઓ છીએ, અમે તમાંરી સામે સેવકો જેવા છીએ. અમો કનાન દેશના એક જ માંણસના પુત્રો છીએ; સૌથી નાનો પુત્ર અમાંરા પિતા પાસે છે, અને બીજા એક પુત્રનો કોઈ પત્તો નથી.”


પછી તેઓના પિતા યાકૂબે તેમને કહ્યું, “તમે ઇચ્છો છો કે, હું માંરા બધા સંતાનો ગુમાંવી દઉ? યૂસફ ન રહ્યો, શિમયોન ન રહ્યો અને હવે તમે બિન્યામીનને લઈ જાઓ છો; પણ શું આ બધી મુશ્કેલીઓ માંરે સહન કરવાની છે?”


તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી? તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી? થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ. તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”


દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.


તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.


હે યહોવા, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તારી વિરુદ્ધ પાપો આચર્યા છે.


ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.


અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા આચરો છો! તમારા હૃદયની ઇચ્છાઓ સંતોષાય ત્યાં સુધી તમે દુષ્ટતાની પાછળ જાઓ છો અને મને આધીન થવાનો ઇન્કાર કરો છો.


યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું, “રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે. તેને સાંત્વન આપી શકાય તેમ નથી. કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.”


“તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે, ‘પિતૃઓના પાપની કિમત તેઓનાં બાળકો ચૂકવે છે.’


હવે તારે તારા બીભત્સ અને અધમ કૃત્યોનાં પરિણામો ભોગવવાં જ રહ્યાં.” આ મારા માલિક યહોવાના વચન છે.


“ઇસ્રાએલમાં લોકો શા માટે આ કહેવતનો ઉપયોગ વારંવાર કરે છે? “મા-બાપે ખાટી દ્રાક્ષ ખાધી અને દાંત છોકરાઓના ખટાઇ ગયા.”


“તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે?


તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan