Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:1 - પવિત્ર બાઈબલ

1 હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર; ને અપમાન પર નજર કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, જે અમારા પર આવી પડ્યું છે, તેનું સ્મરણ કરો. ધ્યાન દઈને અમારું અપમાન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, અમારા પર જે આવી પડયું છે તે યાદ કરો. અમારી તરફ જુઓ અને અમારું અપમાન નિહાળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:1
26 Iomraidhean Croise  

તેઓએ મને કહ્યું કે, “જેઓ બચી ગયા હતા અને જે પ્રાંતમાં રહે છે તેઓ ખૂબ મુશ્કેલીમાં છે. યરૂશાલેમની આજુબાજુની દીવાલમાં ભંગાણ પડી ગયા છે, અને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”


“તમે મૂસાને જણાવ્યું હતું તે યાદ કરો, ‘જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ.


ત્યારે મેં મારી પ્રાર્થનામાં કહ્યું, “જુઓ હે અમારા દેવ, અમારી મશ્કરી કરવામાં આવે છે; તેઓના ઉપહાસને તેમના જ માથે માર અને તેઓ પોતાની જાતેજ, તેઓને વિદેશમાં બંદીવાસમાં લઇ જવામાં આવો.


યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું. શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?


દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે. હું ફરી કંઇ સારું જોઇશ નહિ.


મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો; કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.


હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.


હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે, તેઓને તમે સાતગણી સજા કરો.


અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા, તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.


હે યરૂશાલેમ, મેં તારા કોટ પર પહેરેગીરો ગોઠવ્યા છે, તેઓ રાતે કે દિવસે કદી મૂંગા નહિ રહે. હે યહોવાને યાદ કરાવનારાઓ, તમે પોતે જંપશો નહિ,


યર્મિયાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો, મને યાદ કરો ને મદદ કરો, મને સતાવનારા પર વૈર લો. જ્યારે તમે તેમની સાથે ધીરજ રાખો છો, ત્યારે તેઓ મને દૂર લઇ ન જાય. જરા, જુઓ તો ખરા, તમારે ખાતર હું કેટકેટલાં અપમાન સહન કરું છું!


લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ, આપણે લજ્જિત થયા છીએ, કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”


તેના બધા લોકો આર્તનાદ કરે છે. તેઓ રોટલાની ભીખ માંગે છે. ઝવેરાત આપી અન્ન ખરીદે છે; ને ભૂખ શમાવી, નગરી પોકારે છે, “હે યહોવા, નજર કરો અને જુઓ; મુજ અધમનો કેવો તિરસ્કાર થાય છે?


“હે યહોવા, હું ભારે દુ:ખમાં છું, જો મારું હૃદય મારી ઉપર ચઢી બેઠું છે, ને પેટ અમળાય છે; કારણકે, હું ખૂબ વિદ્રોહી હતો. રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ને મોત ઘરમાંય છે.


તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી સુધી ફેલાઇ ગઇ હતી, જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે, કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે. અને તે પોતે જ નિસાસા નાખે છે અને પોતાનું મોઢું ફેરવી લે છે.


હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે; માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે, “શું આ એ જ સુંદરતાની મૂર્તિ અને જગતની આનંદનગરી છે!”


આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?


યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.


નિરંતર મારી આંખમાંથી આંસુઓ વહે છે.


હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.


હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે, અને મને ચિંતા થાય છે, ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો. આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો, તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.


પછી આ ગુનેગારે ઈસુને કહ્યું કે, “ઈસુ, જ્યારે તું રાજા તરીકે શાસન શરું કરે ત્યારે મને સંભારજે!”


Lean sinn:

Sanasan


Sanasan