Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:4 - પવિત્ર બાઈબલ

4 તરસને કારણે બાળકોની જીભ તાળવે ચોંટી રહે છે, અને બાળકો ખોરાકને માટે ભીખ માંગી રહ્યા છે. પણ તેમ છતાં કોઇ તેમને કશું પણ આપતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી રહે છે! બાળકો રોટલી માગે છે, કોઈ તે ભાંગીને તેઓને આપતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી જાય છે; બાળકો ખોરાક માટે ભીખ માગે છે, પણ કોઈ તેમનું કશું આપતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે; બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:4
12 Iomraidhean Croise  

પણ સેનાપતિએ કહ્યું, “શું અમારા રાજાએ મને તમારી સાથે અને તમારા રાજાની સાથે જ વાત કરવા મોકલ્યો છે? તેણે મને આ કોટ પરના લોકોને પણ કહેવા મોકલ્યો છે. કારણ કે તેમણે પણ તમારી જેમ પોતાનાં મળમૂતર પર જીવવું પડશે.”


રાજયમાં ચોથા મહિનાના નવમા દિવશે દુકાળ એટલો સખત બની ગયો કે, ખાવા માટે કઇ ખોરાક બાકી ન રહ્યો. તે ચોથા મહિનાનો નવમો દિવસ હતો, નગરમાં અનાજની ભારે તંગી વર્તાતી હતી.


જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું, અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો મારી જીભ મારા તાળવાને ચોટી જાય અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.


મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે; અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.


પરિણામે મારા લોકો અજ્ઞાનતાને કારણે દેશનિકાલ થયા છે, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સામાન્ય લોકો તરસથી મરશે.


ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા માટે ટાંકા પાસે મોકલે છે, પણ તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઇને પાછા ફરે છે; ચાકરો સંતાપથી અને હતાશ થઇનેં દુ:ખને કારણે પોતાનાં માથાં ઢાંકે છે.


તેના બધા લોકો આર્તનાદ કરે છે. તેઓ રોટલાની ભીખ માંગે છે. ઝવેરાત આપી અન્ન ખરીદે છે; ને ભૂખ શમાવી, નગરી પોકારે છે, “હે યહોવા, નજર કરો અને જુઓ; મુજ અધમનો કેવો તિરસ્કાર થાય છે?


‘તમારા શહેરની જે ધૂળ અમારા પગ પર છે તે પણ અને તમારી સામે ખંખેરી નાખીએ છીએ. પણ એટલું યાદ રાખજો કે દેવનું રાજ્ય જલદી આવે છે.’


તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો.


કરી દુકાળ, રોગચાળો અને મરકી; જશે તેમનો કોળિયો. અને છૂટા મૂકીશ હું તેમના પર, ઝેરી નાગો અને જનાવરો જંગલી.


Lean sinn:

Sanasan


Sanasan