Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:57 - પવિત્ર બાઈબલ

57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા, અને કહ્યું પણ ખરુ કે, “ડરીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, ‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

57 તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “બીશ નહિ!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:57
16 Iomraidhean Croise  

ત્યાં તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો દેવ છું. ડરીશ નહિ, હું તારી સાથે જ છું અને હું તને આશીર્વાદ આપીશ. હું તારા વંશજોની વૃદ્વિ કરીશ. હું માંરા સેવક ઇબ્રાહિમના માંટે આ બધું કરીશ.”


યશાયાએ જવાબ આપ્યો કે, “જાવ અને તમારાં રાજાને કહો, યહોવા કહે છે કે, ‘આશ્શૂરના રાજાના સેવકો એ મારા વિષે ખોટી વાતો કરી હતી તેનાથી તમે ગભરાશો નહિ.


મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; અને આત્મબળ આપી મને બળવાન કર્યો.


જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.


હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો! મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.


તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.


હે ઇસ્રાએલ, તું જેમ નબળો થઇ ગયો છે, છતાં તું ગભરાઇશ નહિ, કારણ કે હું તને મદદ કરીશ.” હું તમારો યહોવા, તમારો તારક છું; હું ઇસ્રાએલનો પવિત્ર દેવ છું.


ત્યારબાદ તમે યહોવાને વિનંતી કરશો, તો તે તમને અવશ્ય પ્રત્યુત્તર આપશે, તે ઝડપથી પ્રત્યુત્તર આપતાં કહેશે; “હા હું આ રહ્યો.” તમારે કેવળ આટલું કરવાનું છે: નિર્બળ પર ત્રાસ આપવાનું બંધ કરો. કોઇના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો;


“તારા માટે તારે ઉભા થવું પડશે, તારો પોષાક પહેર અને બહાર જા, અને હું તને જે ફરમાવુ તે તું જઇને તેઓને કહે. તેઓથી ડરીશ નહિ, નહિ તો હું તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.


રાત્રિ દરમ્યાન પાઉલે દર્શન જોયું. પ્રભુએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ! લોકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ, અને બંધ કરીશ નહિ!


દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’


મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ.


દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો.


જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું.


તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan