Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:7 - પવિત્ર બાઈબલ

7 યહોવાએ પોતાની વેદીને નકારી અને તેણે પોતાના પવિત્ર સ્થાન ને જતું કર્યું છે; તેણે દુશ્મનના હાથે તેણીના મહેલની દીવાલોનો નાશ કરાવ્યો. પહેલા અમે યહોવાના મંદિરમાં ઉત્સવના પોકારો કરતા હતા; હવે ત્યાં દુશ્મનો કોલાહલ મચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે, તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુએ પોતાની વેદીનો નકાર કર્યો છે અને પોતાના પવિત્ર મંદિરનો ત્યાગ કર્યો છે. તેમણે દુશ્મનોને તેની દીવાલો તોડી પાડવાનું કામ સોંપ્યું છે. એકવાર જ્યાં અમે આનંદોત્સવ કરતા હતા, ત્યાં દુશ્મનોનો જયઘોષ થઈ રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:7
31 Iomraidhean Croise  

યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.


તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.


તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.


હે યહોવા, વધારે કોપ કરશો નહિ, અમારાં પાપ સદા સંભારશો નહિ! જરા અમારા સામું જુઓ! અમે બધા તમારી પ્રજા છીએ.


ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે.


“યહૂદિયાના રાજા હિઝિક્યાના વખતમાં મોરાશ્તી મીખાહ દેવી વાણી ભાખતો હતો અને તેણે યહૂદિયાના બધા લોકોને આ પ્રમાણે કહ્યું હતું. ‘સૈન્યોના દેવ યહોવાના વચન છે, સિયોન ખેતરની જેમ ખેડાઇ જશે, યરૂશાલેમ ખંડેરનો ઢગલો થઇ જશે, અને હાલમાં જે જગ્યાએ મંદિર આવેલું છે ત્યાં જંગલ ઊગી નીકળશે!’


તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.’”


જે ખાલદીઓ લડી રહ્યાં છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. તે તેમના ઘરની સાથે સળગાવી દેશે, જેના છાપરા પર બઆલ દેવના બલિદાન અર્પણો અને બીજા દેવોને ધરેલા પેયાર્પણો હતા. આ બાબતે મને ખૂબ ક્રોધિત કરી દીધો.


બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી.


મેં જોયું, તો ખેતરો વેરાન થઇ ગયાં હતાં, બધાં નગરો ભોંયભેગા થઇ ગયા હતાં, કારણ, યહોવા રોષે ભરાયા હતા.


કારણ કે યહોવાએ કહ્યું હતું કે, “આખા દેશનો વિનાશ થઇ જશે, પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.


ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ, દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા. જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે તેના પર દેવે વૈર વાળ્યું છે.


તેણે યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરના દરેક મોટા મકાનોને આગ ચાંપીં.


સિયોનના માર્ગો આક્રંદ કરે છે, ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી; તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે, ને તેના યાજકો આર્તનાદ કરે છે; તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે, અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.


યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.


યહોવા શત્રુના જેવા હતા, તેમણે ઇસ્રાએલનો નાશ કર્યો. હા, તેણે તેના મહેલો અને કિલ્લાઓનો નાશ કર્યો. તેણીને તેણે શોક કરવાનું નિમિત્ત આપ્યુ.


તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે.


હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ.


હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.


છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.


હું યહૂદિયા પર આગ લગાડીશ અને આગ યરૂશાલેમના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરશે.”


આથી, તમારે કારણે સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરૂશાલેમ કાટમાળનો ઢગલો થઇ જશે; અને ટેકરી ઉપરનું મંદિર ઝાડી ઝાંખરાથી ઢંકાઇ જશે.


ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”


Lean sinn:

Sanasan


Sanasan