Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:3 - પવિત્ર બાઈબલ

3 તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે. અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી. યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે. તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે. જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે. તેઓ ભાગી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 દુ:ખને લીધે તથા સખત દાસત્વને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે; તે પરદેશીઓમાં વસે છે, તેને ચેન પડતું નથી; તેની પાછળ પડનારા સર્વએ તેને સંકડામણમાં લાવીને પકડી પાડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ભારે પીડા ભોગવીને અને સખત વેઠ કરીને યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા છે. તેઓ પરાયા પ્રદેશમાં વસે છે અને એમનું કોઈ ઠામઠેકાણું નથી. પીછો કરનાર દુશ્મનો તેમની આસપાસ ફરી વળ્યા છે અને નાસી છૂટવાનો કોઈ માર્ગ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 દુઃખને લીધે તથા કપરી ગુલામીને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે. તે અન્ય પ્રજાઓમાં રહે છે અને તેને વિસામો મળતો નથી. તેની પાછળ પડનારા સર્વએ તેને સંકળામણમાં લાવીને પકડી પાડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:3
22 Iomraidhean Croise  

તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો.


અને ત્યાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યા. આમ યહૂદાવાસીઓને બંદીવાન બનાવીને, તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.


આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માર્ગે શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા.


બાબિલના રાજાના સૈન્યે તેનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો, અને તેની સાથેના લોકો વિખેરાઈ ગયા અને તેને છોડી ગયા.


દક્ષિણનાં શહેરો ઘેરાઇ ગયાં છે; કોઇ તે ઘેરાને વીંધીને ત્યાં પહોંચી શકે એમ નથી, આખા યહૂદિયાના લોકોને દેશવટો દેવામાં આવ્યો છે, કોઇ કહેતાં કોઇ બાકી રહ્યું નથી.


યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.


હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે.


બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો.


તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને અને રહ્યાસહ્યા કારીગરોને દેશવટો દીધો,


પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ.


તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે, તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે, પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન મળતું ન હતું.


તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા; હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ, તેના કારણે તેઓ શહેરને છોડીને આમતેમ ભટકવા લાગ્યાં. રાષ્ટ્રો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે, “તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”


અમારી ડોક પર ઝૂંસરી મૂકી અમને પશુની જેમ હાંકવામાં આવે છે. અમે હવે અનહદ થાકી ગાય છીએ; અમને વિશ્રામ મળતો નથી.


તમારી વસ્તીનો ત્રીજો ભાગ રોગચાળાથી અને ભૂખમરાથી માર્યો જશે અને ત્રીજો ભાગ શહેરની ફરતે યુદ્ધમાં તરવારથી કપાઇ જશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને ઉઘાડી તરવારથી તેમનો પીછો કરીશ.


તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો.


Lean sinn:

Sanasan


Sanasan