Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:15 - પવિત્ર બાઈબલ

15 યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે, અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે ટૂકડીઓ તૈયાર કરી છે. અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે, ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 “પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પ્રભુએ મારામાંના સર્વ શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે. મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે. પ્રભુએ દ્રાક્ષચક્કીમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:15
27 Iomraidhean Croise  

એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.” તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી.


હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગોને પ્રગટ કરો છો.


ત્યારે તમારો મૃત્યુ સાથેનો કરાર રદ થશે, અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ, જ્યારે વિનાશનો ચાબખો વિંઝાશે ત્યારે તમે તેનાથી પટકાઇ પડશો.


પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે, જેને પગલે પગલે વિજય મળે છે? તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે. એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે. અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.


“માટે હવે સાંભળો, મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું: હું એના વાડાઓ કાઢી અને તેનો નાશ થવા દઇશ, હું એના વાડાઓ તોડી નાખીશ, તેને પગ નીચે કચડાવી દઇશ.


“મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે. મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું. મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા, રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા.


“અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે તેમ તમને હું વિખેરી નાખીશ.


યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.


તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર. તેમને તરવારની ધારે મરવા દે. તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે. પુરુષોને રોગથી અને જવાનો લડાઇમાં તરવારથી માર્યા જાય.


જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.’”


“હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો; તેના અનાજના ભંડારો ખોલી નાખો, લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો, એનો નાશ કરો; કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો, કોઇ બાકી ન રહે,


યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.


પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું, હું એને અંદર સમાવી શકતો નથી.” ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં બધા જ એનો ભોગ બનશે.


વૃદ્ધો અને બાળકો રસ્તાની ધૂળમાં રઝળે છે, મારી કન્યાઓ અને યુવાનો તરવારનો ભોગ બન્યા છે; તારા રોષને દિવસે તેં તેમનો સંહાર કર્યો છે; તમે નિર્દયપણે, તેઓને રહેંસી નાખ્યાં છે.


જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા કચડી નાંખવામાં આવે છે ત્યારે,


ત્યારે રાજા નબૂખાદનેસ્સાર ખૂબ રોષે ભરાયો અને તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. તેમને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા.


હવે તમે દાતરડાઁ ચલાવો, મોલ પાકી ગયો છે. આવો, દ્રાક્ષાચક્કી દ્રાક્ષથી ભરેલી છે; કૂંડા રસથી ઊભરાય ત્યાં સુધી દ્રાક્ષાઓને ગૂંધ્યા કરો. કારણકે તેમની દુષ્ટતા વધી ગઇ છે.


મારા દુશ્મનો આ જોશે અને જેઓ મને એમ કહેતાં હતાં કે, “તારા દેવ યહોવા કયાં છે?” તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે, તેણી રસ્તાના કાદવની જેમ પગ તળે કચડાયેલી જગ્યા બની રહેશે.


સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”


કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે. બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે. ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે.


“કોઈ અજ્ઞાત પ્રજા જ તમાંરા દેશ અને તમાંરી મહેનતનાં ફળ ભોગવશે, અને તમાંરે ભાગે તો હંમેશા શોષણ અને પીડા જ રહેશે.


તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો.


એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે.


તેમણે તે વર્ષે અને ત્યારપછી 18 વર્ષ સુધી યર્દન પારના ગિલયાદમાં આવેલા અમોરીઓના દેશમાં વસતા બધા ઈસ્રાએલીઓને પલિસ્તીઓ અને આમ્મોનીઓએ હેરાન-પરેશાન કર્યા હતાં અને ત્રાસ આપ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan